નાસાને નવા 17 ગ્રહો મળ્યા, જેની નીચે જીવન હોવાની સંભાવના તે શું અહીં એલિયન્સ છે?
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ એવા 17 એક્સોપ્લેનેટ એટલે કે સૂર્ય જેવા તારાની પરિક્રમા કરતા ગ્રહો શોધી કાઢ્યા છે, જેના પર જીવન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. વિશ્વભરની અન્ય એજન્સીઓની જેમ નાસા પણ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહ્યું છે. જો કે નાસાએ શોધેલા આ તમામ ગ્રહો એકદમ ઠંડા હોવા છતાં તેની સપાટીની નીચે જીવન અસ્તિત્વમાં હોવાનું નાસા કહી રહ્યું છે.
નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગ્રહો પર ઘણીવાર પાણી ઉપરની સપાટી પર જોવા મળે છે. વિજ્ઞાનની ટીમે આ એક્સોપ્લેનેટ પર આ ગતિવિધિ કેવી રીતે થાય છે. તેની ગણતરી કરી હતી, જો કે આ 17 એક્સોપ્લેનેટ શોધવાનું કામ નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ડૉ. લિન ક્વિકની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ આ તમામ ગ્રહો પર હાલમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જો આ ગ્રહો પર જીવન હશે તો શું એ એલિયન્સ આપણા વિશ કંઈ જાણે છે કે પછી તેમની પાસે કોઈ અલગ તાકાત કે શક્તિ છે તે પણ એક પ્રશ્ર્ન છે.
ડો. લીન ક્વિકે જણાવ્યું હતું કે અમારા વિશ્લેષણ મુજબ આ 17 બર્ફીલા ગ્રહો બરફથી ઢંકાયેલા છે પરંતુ જો ઉપરની સપાટી પાણીમાં પરિવર્તિત થાય છે તેનો મતલબ એ છે કે આ બરફને નીચેથી ગરમી મળે છે. અને જો ગરમી અને પાણી મળતું હોય તો હવાનું પ્રમાણ પણ હોવું જોઈએ. ત્યારે નાસા માટે યક્ષ પ્રશ્ર્ન એ છે કે બરફની સપાટીની નીચે જીવન કેવી રીતે વિસ્તરે?
જો કે નાસાને એ નથી સમજાતું કે આ ગ્રહોની રચના કેવી રીતે થઇ. પરતું શક્ય છે કે જીવન હજી પણ બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવાણુઓની સ્થિતિમાં હોય. જો કે, નાસાનો અભ્યાસ ગ્રહો પર જીવનની હાજરી વિશે વધુ જણાવી શકતા નથી.