ઇન્ટરનેશનલ

વર્ષ 2024ઃ અમેરિકાનું આર્થિક સંકટ ટળ્યું નથી, બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને તેવી સંભાવના વિશ્વની આર્થિક

મહાસત્તા ગણાતા અમેરિકામાં 2023થી આર્થિક ઉથલપાથલ થઈ રહી છે અને અર્થવ્યવસ્થા ડામાડોળ રહે છે. વિશ્વની સૌથી મોટી અમેરિકન અર્થવ્યવસ્થાએ વર્ષ 2023માં અનેક પડકારોનો સામનો કર્યો છે ત્યારે 2024માં પણ પડકારો ૂભા છે, તેમ જણાઈ રહ્યું છે. કૉંગ્રેસનલ બજેટ ઑફિસ (CBO)ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં લાખો અમેરિકનો તેમની નોકરી ગુમાવી શકે છે અને દેશમાં બેરોજગારીનો દર 3.9 ટકાથી વધીને 4.4 ટકા થવાની ધારણા છે. આ સમાચાર ભારતીયો માટે પણ ચિંતાજનક છે કારણ કે અહીં ઘણા ભારતીયો વસવાટ કરે છે તો દર વર્ષે પણ ઘણા ભારતીયો સારી કરિયર માટે જાય છે.

અમેરિકન અર્થવ્યવસ્થાની તસવીર રજૂ કરતા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બેરોજગારી સિવાય દેશને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમાં નબળી ગ્રાહક માંગ, બિન-આવશ્યક ખર્ચમાં ઘટાડો, ઉપભોક્તા ખર્ચમાં ઘટાડો, નિકાસમાં ઘટાડો જેવી ઘણી આર્થિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો કે, રિપોર્ટમાં એવી પણ આશા છે કે સરકાર આવતા વર્ષ સુધીમાં તેના ખર્ચમાં વધારો કરીને લોકોને ટેક્સમાં રાહત આપવા માટે કેટલાક જરૂરી પગલાં લઈ શકે છે.


CBOના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023માં પણ અમેરિકન માર્કેટમાં નોકરીઓની અછત છે અને મહિનાના પહેલા સપ્તાહમાં 2 લાખથી વધુ લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. આવી સ્થિતિમાં દેશભરમાં આ ભથ્થાનો લાભ લેનારા લોકોની સંખ્યા 18.70 લાખને વટાવી ગઈ છે. એક અહેવાલ મુજબ, ફેડરલ રિઝર્વે અમેરિકન અર્થવ્યવસ્થાને લઈને તેના ડેટા પણ જાહેર કર્યા છે. આ મુજબ 2024માં દેશની જીડીપી વૃદ્ધિનો આંકડો 1.4 ટકા રહેવાનો અંદાજ છે.


આ સાથે દેશમાં બેરોજગારીનો દર 3.9 ટકાથી વધીને 4.1 ટકા થવાનો હોવાનું કહેવાય છે, પરંતુ CBOના રિપોર્ટ પ્રમાણે આ આંકડો ઓછો છે. CBOએ તેના અહેવાલમાં આશા વ્યક્ત કરી છે કે માર્ચ 2024 પછી અર્થતંત્રને વેગ આપવા માટે ફેડરલ રિઝર્વ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. તે જ સમયે, દેશમાં ફુગાવાનો દર 2024 સુધીમાં 2.1 ટકા રહેવાની ધારણા છે.


નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય સ્પષ્ટપણે સૂચવે છે કે યુએસ અર્થતંત્ર પહેલેથી જ મંદીની પકડમાં છે. જો કે, દેશના અર્થતંત્રના મજબૂત આધારને કારણે, કોઈ મોટા આંચકા કે અસંતુલન નહીં આવે અને અર્થતંત્ર ધીમે ધીમે મજબૂત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત