સ્પેશિયલ ફિચર્સ

આજે વિવાહ પંચમી, આ રીતે કરો ભગવાન રામ અને માતા સીતાની પૂજા

વિવાહ પંચમી: ભગવાન રામે માર્ગશીર્ષ શુક્લ પંચમીના રોજ માતા સીતા સાથે લગ્ન કર્યા હતા અને તે દિવસને વિવાહ પંચમીના નામે ઓળખવામાં આવે છે. માર્ગશીર્ષ શુક્લ પંચમીનો દિવસ એટલે કે આજના દિવસે દર વર્ષે શ્રી રામ વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી મર્યાદા પુરષોત્તમ રામ ચેતનાનું પ્રતિક છે અને માતા સીતા પ્રકૃતિ અને શક્તિનું પ્રતિક છે.

અને એટલે જ આજનો દિવસ લગ્ન માટે શુભ માનવામાં આવે છે. આજના દિવસે જો કોઇ કપલ વિવાહના બંધનમાં બંધાવા માટે વરદાન માંગે તો તેને ઈચ્છિત લગ્નનું વરદાન મળે છે. વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓનો અંત આવે છે. આજે ભગવાન રામ અને માતા સીતાની સંયુક્ત ઉપાસના કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. આજના દિવસે બાલકાંડમાં ભગવાન રામ અને સીતાજીના લગ્નની કથાનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે. સંપૂર્ણ રામચરિત-માનસનો પાઠ કરવાથી પણ પારિવારિક જીવન સુખી બને છે.


આજના દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન પણ તમે ઘરે કરાવી શકો છે. સૌ પ્રથમ ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્ર પહેરાવો. પછી તેમનો લગ્ન પ્રસંગનું આયોજન ઘરના મંદિરમાં જ કરો અને તે સમયે “ઓમ જાનકીવલ્લભાય નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો. ત્યરબાદ માતા સીતા અને ભગવાન રામની આરતી કરો.


અને ત્યારબાદ તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો. કોઇ નવપરણિત દંપતિને ઘરે બોલાવી જમાડો અને તેમનું યોગ્ય સન્માન કરો. આ રીતે તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને ઘરમાં હંમેશાં સુખ શાંતિ જળવાઇ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button