આમચી મુંબઈ

પરેલ ટીટી ફ્લાયઓવર પર ડામરીકરણનું કામ પૂરું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈનો મહત્ત્વનો ગણાતો પરેલ ટીટી ફ્લાયઓવર પરનું સમારકામ અઠવાડિયાની અંદર જ પૂરું કરી નાંખ્યું છે. એટલું જ નહીં પણ દિવસ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા અને વાહનચાલકોને હાલાકી થાય નહીં તે માટે રાતના સમયે પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું.

પરેલ ટીટી ફ્લાયઓવર અત્યંત મહત્ત્વનો ફલાયઓવર ગણાય છે. જોકે ફ્લાયઓવર પર રહેલા ખાડાઓ તથા અનેક જગ્યાએ ફ્લાયઓવર પરના રસ્તાના પૃષ્ઠભાગનું ડામર નીકળી ગયું હતું, તેને કારણે વાહનચાલકોને ફ્લાયઓવર પર પ્રવાસ કરવું મુશ્કેલ બની ગયું હતું. મુખ્ય પ્રધાને ફ્લાયઓવર પરના રસ્તાનું ડામરીકરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે મુજબ પુલ પરના રસ્તા પરના ડામરનો થર બદલવાનું કામ ગયા અઠવાડિયે હાથ ધરવામાં આવ્યું હતું.

ફ્લાયઓવર પરના સમારકામને કારણે અડચણ આવે નહીં તે માટે આ કામ રાતના સમયે કરવાનો આદેશ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે પૂલ વિભાગને આપ્યો હતો. તેમ જ અનેક જગ્યાએ પુલમાં સમારકામની પણ આવશ્યકતા હતી તે કામ પણ પૂરા કરવામાં આવ્યા હતા. કમિશનરના આદેશ મુજબ આ કામ દરરોજ રાતના ૯.૩૦ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કરવામાં આવતું હતું.
પૂલ વિભાગના ચીફ એન્જિનિયર વિવેક કલ્યાણકરના જણાવ્યા મુજબ પરેલ ટીટી ફ્લાયઓવરના સમારકામ માટે પૂલ વિભાગે મુંબઈ ટ્રાફિક પોલીસ પાસેથી ટ્રાફિકનું આયોજન કરવાની વિનંતી કરી હતી. તે મુજબ ગયા અઠવાડિયાથી આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રસ્તાની બંને બાજુએ ડામર બદલવામાં આવ્યું હતું. અમુક ઠેકાણે ડામરના સ્તર ખરાબ થઈ ગયા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતી થતી હતી. તેથી રસ્તાના ઉપરના ભાગનું સપાટીકરણ અને પુલના સાંધામાં સમારકામ પર ભાર આપવામાં આવ્યો હતો. સમારકામ બાદ હવે દાદર તરફથી દક્ષિણ મુંબઈની દિશામાં પ્રવાસ કરનારા વાહનચાલકોને રાહત થવાની છે.

પરેલ ટીટી ફ્લાયઓવરના સમારકામના આગામી તબક્કામાં બાકી રહેલા કામ કરવામાં આવશે. શિવડી-ન્હાવા શેવા મુંબઈ ટ્રાન્સહાર્બર રોડ વાહનો માટે ખુલ્લો મુકાયા બાદ પરેલ ટીટીના પુલનું મહત્ત્વનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે, તેથી ટ્રાફિકને કોઈ અસર થશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…