ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
લોકેશનમાં અલગ અલગ પ્રકાર

લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે પુલ, નદી, ઝરણાં, બગીચા વગેરે. કેટલીક જાણીતી અને પરિચિત, સેંકડો વખત જોવા મળેલાં લોકેશન વિશે જાણકારી મેળવીએ.

અસલમાં જે લોકેશન જે કામ માટે હોય છે તે જ કામ માટે તેનો ઉપયોગ ફિલ્મમાં પણ થાય તે લોકેશનનો ઉપયોગ તે જ કામ માટે કરવામાં આવે. આપણી ફિલ્મોમાં લોકેશનનો કોઇ ઉપયોગ જ હોતો નથી અથવા તો જ્યારે તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પુલ. સરકારે પુલ મોટરોના આવાગમન માટે બાંધ્યા હતા, પરંતુ ફિલ્મોમાં તેનો શો ઉપયોગ કરવામાં આવ્યો? કાં તો નાયિકાએ તેના પરથી કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અથવા તો ખલનાયકે કોઇની લાશને પુલ પરથી નદીમાં ફેંકી હતી. ફળસ્વરૂપ સરકારે પુલ બાંધવાનું જ ઓછું કરી નાખ્યું. આજે જ્યાં એક-એક નદી પર અનેક પુલ હોવા જોઇતા હતા ત્યાં દેશની અનેક નદીઓ પર એકેય પુલ નથી. આવી જ રીતે ઝરણાં. જે ઝરણાંમાં આપણે સેંકડો ગરીબ આદિવાસી મહિલાઓને નવડાવીને તેમનો ઉદ્ધાર કરી શક્યા હોત, ત્યાં ફિલ્મમાં ફક્ત એક નાયિકાને નવડાવીને તેનો ઉપયોગ સીમિત કરી નાખ્યો છે. ઝરણાં એક રીતે નાયિકાની અંગત (પર્સનલ) પ્રોપર્ટી બનીને રહી ગયાં.

જૂની હવેલી અથવા જૂના કિલ્લા
જૂની હવેલી, ડરામણી ફિલ્મો માટેનું એક અનિવાર્ય લોકેશન છે. જે આપણને અનેક ફિલ્મોમાં ડરાવતી આવી છે. જૂની હવેલીમાં એક ચાલુ ઘડિયાળ, એક ડરામણો ચોકીદાર અને એક કાળી બિલાડી હોય જ છે. આ બધા પોતાની હેસિયત અનુસાર આપણને ડરાવવામાં પોતાનું યોગદાન આપતા હોય છે. આના પછી પણ જો કોઇ ન ડરે તો એમ કહેવામાં આવે છે કે અહીં ભૂત પણ રહે છે. આટલું કર્યા પછી પણ જો કોઇ ન ડરે તો પછી તેમની મરજી.

જૂની હવેલીમાં ખલનાયકનો લાખો રૂપિયાનો કારભાર ચાલતો હોય છે. બીજી તરફ લાખોની ખંડણી વસૂલ કરવા માટે તો જૂના કિલ્લાને એક આદર્શ સ્થળ માનવામાં આવે છે.

જૂની હવેલીઓ અને જૂના કિલ્લા જ્યાં પણ છે ત્યાં તે આપણા ફિલ્મવાળાઓના હાથમાં સુરક્ષિત છે. અન્યથા કોઇ દિવસે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના હાથમાં આવી જશે તો ચાર-ચાર આના આપીને કોઇપણ ટુટપુંજિયો ટૂરિસ્ટ અંદર ઘૂસી જશે. જૂની હવેલી અને જૂના કિલ્લાનું બધું સસ્પેન્સ ખતમ થઇ જશે. લાખોનો કારભાર બંધ થઇ જશે તે વધારાનું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…