ઓટાવાઃ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ઘરેલું અને વૈશ્વિક મંચ પર 2023નું વર્ષ ઘણું મુશ્કેલ રહ્યું છે. 2023 માં તેમની લોકપ્રિયતામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી નાના મોટા જે પણ મતદાન અને સર્વે થયા છે તેમાં કન્ઝર્વેટિવ્સ પાર્ટી મોટી લીડ મેળવી રહી છે અને જો આ રીતે જ ચાલ્યું અને ફેડરલ ચૂંટણીઓ આવી જશે તો કન્ઝર્વેટિવ્સ સત્તાધારી લિબરલ પાર્ટીને સત્તામાંથી દૂર કરી દેશે એમાં કોઇ બેમત નથી.
તાજેતરમાં જ સર્વેક્ષણમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ટ્રુડોના લિબરલ્સ પર 17-પોઇન્ટની મોટી લીડ મળી છે. શુક્રવારે, એજન્સી નેનોસ રિસર્ચના એક મતદાનમાં કન્ઝર્વેટિવ પાર્ટી બહુમતીમાં જોવા મળી હતી. એક હકીકત એ છે કે કેનેડામાં સરકારો બે કે ત્રણ ટર્મથી વધુ ટકી શકતી નથી. ટ્રુડોએ 2015માં કાર્યભાર સંભાળ્યો હતો અને ત્રણ ચૂંટણીઓનો સામનો કરી ચૂક્યા છે. સર્વેના વલણો સૂચવે છે કે કેનેડિયનો “આ ટ્રુડો સરકારથી કંટાળી ગયા છે અને તેઓ પરિવર્તન ઇચ્છે છે.
” જોકે,કેનેડાના વડા પ્રધાન ટ્રુડોને પણ આ વાતની ખબર છે અને તેઓ ાગામી ચૂંટણીમાં ફરીથી સત્તામાં આવવા માટે પ્રયાસો પણ કરી રહ્યા છે.
કેનેડામાં ઓક્ટોબર 2025 માં ફેડરલ ચૂંટણીઓ યોજાશે. તેથી જસ્ટિન ટ્રુડો માટે હજી લગભગ બ વર્ષનો સમય છે. આ સમયગાળામાં ટ્રુડો માટે પુનરાગમનનો પ્રયાસ કરવા માટે પૂરતો સમય છે. તેઓ દુનિયાના દેશોની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવાનું છોડીને લોકહિતના પગલાં લઇને પોતાના દેશ પર ધ્યાન આપે તો પણ તેમના માટે સારુ છે.