દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના તમામ વિવાદોને સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ લાવવામાં આવે છે?
નવી દિલ્હી: મહિલા આયોગના ફંડ એટલે કે આર્થિક મદદ રોકવાની અરજી પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાને બદલે દિલ્હી હાઈ કોર્ટમાં કેમ ન ગયા? દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના દરેક વિવાદને સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ લાવવામાં આવે છે?
દિલ્હી વર્સીસ લેફ્ટનન્ટ ગવર્નરના કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી મહિલા આયોગનો કેસ દિલ્હી હાઈ કોર્ટમાં મોકલીને કહ્યું હતું કે અમે આ રીતે દરેક કેસની સુનાવણી ના કરી શકીએ. જો અમે જ દરેક કેસને સોલ કરીશું તો નીચલી અદાલતો અને હાઈ કોર્ટની કાર્યવાહી શું રહેશે. સુપ્રીમ કોર્ટનું કામ બંધારણના પાસાઓ પર ચુકાદા કરવાનું છે. દકેક સામાન્ય બાબતો કે જો નીચલા સ્તરે સોલ થઇ શકે છે તેને ઉકેલવાનું નહી.
દિલ્હી મહિલા આયોગના વકીલ ગોપાલ શંકર નારાયણને કહ્યું કે આ કમિશનનો મામલો છે, પૈસાનો નહીં. તેના પર ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે કહ્યું હતું કે ગઈ કાલે બસ માર્શલની ઘટના અમારી પાસે આવી પરંતુ અમે આવી નાની નાની તમામ ઘટનાઓમાં આદેશ આપી શકતા નથી કારણકે તેનો પહેલો અધિકાર નીચલી આદાલતોને છે. તેમજ બંધારણને લઇને કોઇ બાબત ના હોય તેવા સામાન્ય રોજિંદા કિસ્સાઓ અમારી પાસે ના લાવો.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં ખાલી જગ્યાઓ ભરવાના મામલામાં દિલ્હી હાઈ કોર્ટની કલમ 226 હેઠળની સત્તા અને અધિકારક્ષેત્રને ટાંકીને રજિસ્ટ્રીને આ અરજીને સુનાવણી માટે દિલ્હી હાઈ કોર્ટમાં મોકલવાનો આદેશ કર્યો હતો.