….હવે તમારું આંદોલન અમને નહીં પોસાય, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અન્ના હજારેને ફોન કરી કેમ કહ્યું આવું?
મુંબઇ: લગભગ 11 વર્ષ પહેલાં વરિષ્ઠ સમાજ સેવક અન્ના હજારેએ લોકપાલ બીલ માટે દિલ્હીમાં આંદોલન કર્યુ હતું. આ આંદોલનને આખા દેશમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. પાછલાં દસ વર્ષમાં કેન્દ્ર સરકાર સાથે અલગ અલગ રાજ્યમાં અલગ અળગ નિયમો અને શરતો પર આધારિત લોકપાલ બીલ અમલમાં આવ્યું છે. હવે મહારાષ્ટ્રમાં છેક મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનો પણ લોકાયુક્તમાં લાવવાનો અમલ કરતું બીલ વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યું છે. આ બીલ પર ચર્ચા ચાલી રહી હતી દરમીયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છેક અન્ના હજારેને ફોન પર આ અંગેની જાણકારી આપી હતી. તમારું આંદોલન અમને નહીં પોસાય મુખ્ય પ્રધાને અન્ના હજારેને કરેલી આ વાત હાલ ખૂબ જ ચર્ચામાં છે.
કેન્દ્ર સરકારના લોકપાલ બીલ પર આધારિત મહારાષ્ટ્રના લોકાયુક્ત કાયદામાં પણ સુધારા કરનારું બીલ પાછલા વર્ષે વિધાનસભાના શિયાળુ સત્રમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુખ્ય પ્રધાન તથા અન્ય પ્રધાનો અને રાજ્ય પ્રધાન, વિધાનસભ્ય, ભારતીય પ્રશાસન, પોલીસ, ફોરેસ્ટ ઓફીસર, રાજ્ય સરકારના કર્મચારીઓ, સ્થાનીક સમિતીઓના સભ્ય, સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ, મહા મંડળ વગેરે ઘટકો લોકાયુક્તની કક્ષામાં આવ્યા છે.
દરમીયાન લોકાયુક્તના અમલ માટે રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરનારા વરિષ્ઠ સમાજ સેવક અન્ના હજારેને મુખ્ય પ્રધાને ફોન કરી આ અંગેની જાણકારી આપી હતી. આ વખતે મુખ્ય પ્રધામે મજાકના સ્વરમાં વાત કરી હતી અને અન્ના હજારેએ પણ હસીને તેને દાદ આપી હતી.
તમારો આટલો બધો આગ્રહ હતો. આપડી એવી ચર્ચા પણ થઇ હતી. હાલમાં એટલાં બધા આંદોલનો ચાલી રહ્યાં છે એમાં તમારું આંદોલન અમને નહીં પોસાય એમ મુખ્ય પ્રધાને અન્ના હજારેને કહેતાં તેમણે હસીને દાદ આપી હતી.
દરમીયાન આ બીલ કેટલું સક્ષમ છે એની જાણ ભવીષ્યમાં થશે. એમ અન્ના હજારેએ મુખ્ય પ્રધાનને કહ્યું હતું. તમારી મુખ્ય પપ્રદાન તરીકેની કારકીર્દીમાં આજે લોકાયુક્ત આવ્યું છે એ આપણાં બધાનું સૌભાગ્ય છે. પણ આ બીલ કેટલું મજબૂત છે એ થોડા દિવસોમાં સમજાશે. અત્યાર સુધી જેટલાં પણ કાયદા બન્યા છે તેમાનો સૌથી મજબૂત કાયદો લોકાયુક્તનો છે. તમે બધાએ સાથ આપ્યો એટલે એ શક્ય બન્યું છે. એમ કહી અન્ના હજારેએ મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો.