ટોપ ન્યૂઝનેશનલ

Parliament Friday Highlights: અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડીંગ, વાંચો સંસદમાં શું ચર્ચા થઇ

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવમાં છે, કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં કહ્યું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે.

વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને કહ્યું કે ભારતીય મિશન, કોન્સ્યુલેટ ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે, તેમની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઓટ્ટાવાની 2021ની વસ્તી ગણતરીના ડેટાને ટાંકીને મુરલીધરને કહ્યું કે 8.3 લાખથી વધુ કેનેડિયન નાગરિકો હિન્દુ છે અને 7.7 લાખ શીખ છે.

201 ન્યાયાધીશોની નિમણૂક માટેની ભલામણ મળી નથી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે શુક્રવારે લોકસભામાં કહ્યું કે હાઈકોર્ટ કોલેજિયમે હજુ સુધી 201 જજોની નિમણૂક માટે ભલામણો મોકલી નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી 123 દરખાસ્તોમાંથી 81 પર વિવિધ તબક્કાની પ્રક્રિયા ચાલી રહી છે. બાકીની 42 દરખાસ્તો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પાસે વિચારણા હેઠળ છે. તેમણે કહ્યું કે 1 ડિસેમ્બર સુધીમાં 25 હાઈકોર્ટ માટે 1,114 જજોની મંજૂર જગ્યાઓમાંથી 324 જગ્યાઓ ખાલી હતી.


અદાલતોમાં 5 કરોડથી વધુ કેસ કોર્ટમાં પેન્ડિંગ: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે દેશની વિવિધ અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી 80,000 કેસ સુપ્રીમ કોર્ટમાં છે. 1 ડિસેમ્બર સુધીમાં 5,08,85,856 પેન્ડિંગ કેસમાંથી 61 લાખથી વધુ કેસ દેશની 25 હાઈકોર્ટમાં હતા. તેમણે કહ્યું કે, જિલ્લા અને ગૌણ અદાલતોમાં 4.46 કરોડથી વધુ કેસ પેન્ડીંગ છે
.

અફઘાનિસ્તાન તરફ મિત્રતા અભિગમ: વિદેશ પ્રધાન એસ જયશંકરે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે અફઘાનિસ્તાન પ્રત્યે ભારતનો અભિગમ ઐતિહાસિક સંબંધો, તેના લોકો સાથેની મિત્રતા અને સંયુક્ત રાષ્ટ્રના સંબંધિત ઠરાવો દ્વારા પ્રેરિત છે. જયશંકરે કહ્યું કે અફઘાન રાજદ્વારીઓ નવી દિલ્હીમાં હાજર છે અને મુંબઈ અને હૈદરાબાદમાં કોન્સ્યુલેટ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કેટલાક અફઘાન રાજદ્વારીઓ ભારત છોડી દીધું છે.


બ્રેથલાઈઝર ટેસ્ટમાં 1,761 લોકો પાઈલટ ફેલ થયાઃ રેલ્વે પ્રધાન અશ્વિનીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 1,761 લોકોપાઈલટ બ્રેથલાઈઝર ટેસ્ટમાં ફેલ થયા છે. શુક્રવારે રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીના પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરક્ષિત ટ્રેન કામગીરી સુનિશ્ચિત કરવા માટે, લોકો પાઇલટ્સે સંબંધિત લોબીમાં બ્રેથલાઇઝર ટેસ્ટ કરાવવો જરૂરી છે. પાંચ વર્ષમાં 8,28,03,387 પરીક્ષણોમાંથી 674 પેસેન્જર ટ્રેનના લોકોપાઇલોટ અને 1087 ગૂડ્ઝ ટ્રેનના લોકો પાઇલોટ નિષ્ફળ ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button