ટોપ ન્યૂઝનેશનલ

યાત્રીગણ કૃપયા ધ્યાન આપો: આજે આ ટ્રેનો રદ, આ ટ્રેનો ડાયવર્ટ, મુસાફરી કરતાં પહેલા ચકાસી લો

નવી દિલ્હી: ભારતીય રેલવે સામાન્ય લોકોના જીવનનો એક જરુરી ભાગ છે. રોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ત્યારે રેલવે પણ મુસાફરોને સારી સુવિધા આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ઘણીવાર અલગ અલગ કારણોસર રેલવે ને ઘણી ટ્રેનો રદ કરવી પડે છે. જેને કારણે મુસાફરોને ભારે કનડગત થતી હોય છે. જોકે રેલવે દ્વારા આ અંગેની સૂચના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપવામાં આવે છે. આજે પણ ઉત્તરથી લઇને ઉત્તર પશ્ચિમ સુધી ઘણી ટ્રેનો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મુસાફરી કરતાં પહેલાં આ જરુરથી વાંચી લેજો.

ઉત્તર પશ્ચિમ રેલવેએ તેમના અધિકૃત એક્સ એકાઉન્ટ પર કેન્સલ ટ્રેન બાબતે જાણકારી આપતાં કહ્યું છે કે, ટેકનીકલ કારણોસર રેલવે સેવા પ્રભાવિત થવાની છે. જેને કારણે ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી-જોધપુર 16 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમીયાન આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર 17 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી દરમીયાન આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત વારાણસી સિટી-જોધપુર માર્ગ પણ વિકાસના કામોને કારણે પ્રભાવીત રહેશે. લખનૌઉ મંડલના શાગંજ-બિલવાઇ-તુલસીનગર સ્ટેશનો પર ટ્રેકને ડબલ કરવાના કાર્યને કારણે આ આખો રુટ પ્રભાવીત થવાનો છે. ટ્રેન નંબર 14858 વારાણસી સિટી-જોધપુર ટ્રેનને વારાણસી સિટી-જોધપુર ટ્રેનને 16મી ડિસેમ્બરના રોજ ડાયવર્ટ કરવામાં આવી છે.

લખનૌઉ મંડલના બારાબંકી-અયોધ્યા કૈંટ-શાહગંજ-જફરાબાદ સેક્શનમાં ટ્રેક ડબલ કરવાનું કામ ચાલી રહ્યું હોવાથી એક મહિના માટે અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. 16મી ડિસેમ્બરના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનોમાં 15113\14 ગોમતી નગર-છપરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 11124 બરૌની-ગ્વાલિયર મેલ, 15053 છપરા-લખનૌઉ એક્સપ્રેસ, 15084 ફર્રુખાબાદ-છપરા એક્સપ્રેસ, 14650 અમૃતસર-જયનગર સરયૂ યમુના એક્સપ્રેસ 15115 છપરા-દિલ્હી લોકનાયક એક્સપ્રેસ સામેલ છે. જો તમારું આ ટ્રેનોમાં રિઝર્વેશન છે તો મુસાફરી પહેલાં આ યાદી જરુરથી ચેક કરી લેજો. ઉપરાંત આ રુટ પર રેલવેએ આગામી એક મહિના માટે ઘણી ટ્રેનોનો રુટ બદલવામાં આવ્યો છે અથવા તો તેને આંશિક રુપે રદ કરવામાં આવી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button