ટર્કિશ નિકોસિયા કે લેફકોસામાં મળી કારવાન સરાય…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
પોલિટિકલી બ્ો ભાગમાં વસતા નિકોસિયાના ગ્રીક પાર્ટમાં બ્ોસીન્ો એક ઇન્ડિયન રેસ્ટોરાંમાં વરસતા વરસાદમાં ચા અન્ો ભજિયાં ઓર્ડર કર્યાં અન્ો એમ લાગ્યું કે આ શહેરની પોતાની વાર્તા કંઈક અલગ જ છે. ઇન ફેક્ટ નિકોસિયાની વાર્તાઓના પણ બ્ો ભાગ છે. શહેરના દરેક હિસ્સામાં ત્ો પાર્ટિશન ફિલ થઈ શકતું હતું. અહીં એવું નથી કે ભાગલા પડી ગયા અન્ો હવે બ્ો અલગ રાજ્ય કે રાષ્ટ્ર પોતાની ઓળખ પર આગળ ચાલ્યાં. અહીં તો હજી શહેર એક જ છે, પણ સ્પ્લિટ પર્સનાલિટી સાથે જેમત્ોમ જીવી રહૃાું છે. હજી અમે ટર્કિશ સાઇડની થોડી બોર્ડર જ જોઈ હતી. એ તરફ કેવી છે ત્ોની કલ્પના પણ નહોતી આવતી. ત્ોમાંય તોફાન અન્ો વંટોળ સાથે પડેલા કરામાં અમે જે વિસ્તારમાં હતાં ત્ો પણ સાવ વીખરાઈ ગયો હોય ત્ોવું લાગતું હતું. કમ્ફર્ટિંગ ભારતીય નાસ્તો કરીન્ો આ વિભાજિત શહેરન્ો જોવા માટે હવે મન ત્ૌયાર થઈ રહૃાું હતું.
એક પછી એક ગલી વટાવતાં ગ્રીક સ્ટાઇલ કાફેઝ, શોપિંગ કરી શકાય ત્ોવી સ્થાનિક દુકાનો અન્ો સુવિનિયર શોપ્સ વચ્ચે ઘણી ઐતિહાસિક ઇમારતો પણ વટાવાઈ રહી હતી. એક પછી એક ગલી ક્યાંક અમદાવાદની પોળની યાદ અપાવતી હતી તો ક્યાંક એથેન્સના માર્કેટની. ગલીઓમાં ઘણી જગ્યાએ પાણી પણ ભરાયેલું હતું. ખાબોચિયાં વટાવતાં, છત્રી હાથમાં લઈન્ો અમે આગળ વધતાં ચાલ્યાં અન્ો સતત લાગતું હતું કે શહેરના માહોલમાં જાણે ટેન્શન ધબકી રહૃાું હોય. શહેરનો ઐતિહાસિક અન્ો પોલિટિકલ માહોલ ત્યાંની ભૂગોળ પર હાવી હોય ત્ોવું લાગતું હતું. ત્યાંનું આર્કિટેક્ચર પણ એ ટેન્શનનો ભાર અનુભવતું હોય ત્ોવું લાગતું હતું.
રસ્તામાં અમે એક જ્વેલરી શોપમાં ઊભાં રહૃાાં. ત્યાં ચાંદીની અન્ો સ્થાનિક પથ્થરોની હાથે બનાવેલી જ્વલેરી ઉપરાંત શહેરની મ્યુઝિયમમાં જોયેલી આર્કિયોલોજિકલ સાઇટ્સ સાથે જોડાયેલી ડિઝાઇન્સ પણ જોવા મળી. થોડું શોપિંગ કરીન્ો આગળ ચાલ્યા જ. ગ્રીક સ્ટાઇલ કાફેમાં નાનકડી એસ્પ્રેસો માટે રોકાવાની ઇચ્છા પણ થઈ. અમારો પ્લાન નિકોસિયાથી રાત સુધીમાં નીકળીન્ો લાર્નાકાની હોટલ પાછાં પહોંચવાનો હતો. નિકોસિયા અટ્રેક્ટિવ તો લાગતું હતું, પણ કોઈ કારણસર ત્યાં રોકાઈ જવાની ઇચ્છા થતી ન હતી. હવે શહેરના મેઇન વિસ્તારોમાં પણ વેધરના કારણે ટૂરિસ્ટ રડ્યાંખડ્યાં નજરે પડતાં હતાં, અન્ો મોટાભાગ્ો શહેરમાં માઇગ્રન્ટ મેન આંટા મારી રહૃાા હોય ત્ોવું લાગતું હતું. ગ્રીક સાઇડ પર પણ માહોલ થોડો મિડલ ઇસ્ટર્ન મેલ ડોમિન્ોટેડ લાગતો હતો.
નિકોસિયાની ટર્કિશ બોર્ડર પર પહોંચતાં જ ટેમ્પરરી મેટલ ઓફિસમાં પાસપોર્ટ ચેકિંગ ચાલું થયું. એક ગલી ક્રોસ કરવામાં અમારા પાસપોર્ટ પર સ્ટેમ્પ પણ લાગવાનો હતો. અમે સ્વતંત્ર, ગ્રીક કલ્ચરવાળા સાઉથ સાયપ્રસમાંથી ટર્કિશ સાયપ્રસમાં પ્રવેશી રહૃાાં હતાં. સાઉથથી નીકળીન્ો ટર્કીમાં પહોંચવા માટે એક લાંબો ખાલી કોરિડોર પાસ કરવો પડ્યો. આ કોરિડોર જાણે નો-મેન્સ લેન્ડમાં છે. ત્યાં થોડી પળો માટે અમે કોઈ દેશમાં ન હતાં. આ વિભાજિત શહેર અન્ો ત્ોનાં નો-મેન્સ લેન્ડમાં જ ઊગ્ોલા એક પ્રતીકાત્મક અંજીરના વૃક્ષની વાત કરતું એક ટર્કિશ પુસ્તક ‘ધ ફિગ ટ્રી પાછળથી વાંચવા મળી રહૃાું છે. આ રિજન્ો જે પ્રકારનો અત્યાચાર અન્ો ઇમોશનલ ઉતારચઢાવ અનુભવ્યો છે ત્ો વાંચવાનું પણ ઘણું ભારે લાગી રહૃાું હતું.
બીજી તરફ ફરી મેટલની કેબિનમાં પહોંચીન્ો ટર્કિશ સાઇડનો સ્ટેમ્પ લાગ્યો. હવે બસ થોડાક મીટરનાં અંતરે અમે બીજા દેશમાં આવી ચૂક્યાં હતાં. આઇરોનિકલી હજી શહેર એનું એ જ હતું. નિકોસિયા ટર્કિશ સાઇડમાં લેફકોસા તરીકે ઓળખાય છે. અહીં અચાનક જ માહોલ, રસ્તાની અન્ો દુકાનોનાં બોર્ડની ભાષા પણ બદલાઈ ગઈ હતી. એટલું જ નહીં, અહીં કરન્સી પણ બદલાઈ ગઈ હતી. પહેલી જ ગલીમાં પણ ટર્કિશ મીઠાઈની દુુકાનો હતી. સાથે કપડાંની અન્ો સુવિનિયરની દુકાનો પણ દેખાતી ગઈ. અહીં પણ કાફેઝ અન્ો રેસ્ટોરાંની હારમાળા હતી. બસ માહોલ દેખીતો ટર્કિશ હતો. બાકી ઘણાં ટૂરિસ્ટ જે દિવસ દરમ્યાન બીજી તરફ આંટો મારતાં હતાં ત્ો આ બાજુ પણ દેખાયાં. ઘણાં અહીં રાત રોકાવાનું પણ પસંદ કરે છે. એટલું જ નહીં, ટર્કિશ સાઇડનું પોતાનું આગવું રિસોર્ટ કલ્ચર પણ છે. ક્યારેક એ પણ અનુભવવા જેવું છે.
અમારું પહેલું ટારગ્ોટ તો ત્યાંની પારંપરિક ટર્કિશ કારવાન સરાય જોવાનું હતું. અન્ો એજેન્ડા પર બીજી આઇટમ હતી ડર્વિશ શો જોવાનું. ટર્કિશ નિકોસિયા કે લેફકોસાન્ો ચાલીન્ો સંતોષથી અડધા દિવસમાં જોવાનું પરફેક્ટ રહે ત્ોમ છે. જો ત્યાં રહેવાનો પ્લાન ન હોય તો શું જોવું ત્ો પહેલેથી નક્કી રાખવું, નહીંતર ત્યાંની અનોખી ગલીઓમાં ખોવાઈ જવાય ત્ોવું હતું. એવામાં ઓટોમાન સમયના આર્કિટેક્ચર બતાવતી કારવાન સરાય આવી. ત્ોન્ો જોતાં ખરેખર આપણે ત્યાં ધર્મશાળાનો કોન્સ્ોપ્ટ કે પછી વિવિધ સમાજનાં મોટાં શહેરમાં આવેલાં ભવન યાદ આવ્યા વિના ન રહે. કારવાન સરાયમાં ફરવા આવેલાં લોકોન્ો રહેવા માટે રુમ, ઘોડાન્ો રેસ્ટ કરવાની જગ્યા, ખાવા-પીવાની અન્ો થોડું શોપિંગ કરવાની પણ શક્યતા છે.
વર્ષ ૧૫૭૨માં આ કારવાન સરાય ત્ો સમયના સાયપ્રસના ઓટોમાન ગવર્નર લાલા મુસ્તફા પાશાએ બંધાવી હતી. આજે ત્યાં વચ્ચે લોકપ્રિય કાફે અન્ો ક્રાટ વર્કશોપ પણ છે જ. કારવાન સરાયમાં પથ્થર અન્ો લોખંડ વચ્ચે સુંદર આર્કિટેક્ચર માણવા સાથે ડર્વિશ પરફોર્મન્સ જોવાનો સમય આવી ગયો હતો. બ્ોડેસ્ટાનમાં ટ્વર્લ કરતા ડર્વિશનો સ્ાૂફી ડાન્સ દિવસની છેલ્લી એક્ટિવિટી તરીકે શાંતિ આપી ગયો. વળતાં ફરી એ જ પાસપોર્ટ કંટ્રોલથી પાસ થયાં અન્ો લાર્નાકા તરફ સાઉથ સાયપ્રસમાં ડ્રાઇવ કરતી વખત્ો વિચાર આવે કે પોલિટિક્સ અન્ો પાસપોર્ટ કંટ્રોલ વચ્ચે અંત્ો તો વાત મ્યુઝિક, ડાન્સ, કે ફૂડ પર જ પ્ાૂરી થાય છે.