ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
રતાંજલી સુંદર
રતુંમબડું સમુદ્ર
રત્નાકર લાલાશ પડતું
રન્નાદે લાલ સુખડ
રમણીક સૂર્યની પત્ની
ઓળખાણ પડી?
મુખ્યત્વે નાળિયેરના તેલમાં બનાવવામાં આવતી અને ૧૩ શાકભાજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવતી વાનગીની ઓળખાણ પડી? આ ડીશ મુખ્યત્વે કેરળ અને તામિલનાડુમાં
જોવા મળે છે.
અ) એવિયલ બ) પાયસમ ક) છટ્ટીપથીરી ડ) મોરૂ કુટન
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ શહેર પથરાયેલા છે. ગોધરા શહેર ગુજરાતના કયા જિલ્લામાં છે એ આપેલા વિકલ્પમાંથી ઓળખી કાઢો.
અ) બનાસકાંઠા બ) પંચમહાલ ક) અમરેલી ડ) ખેડા
જાણવા જેવું
શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. ગીરના જંગલમાં ચાંચાંઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. પાલિતાણાની ટેકરીઓની ઉત્તરે શેત્રુંજય પાસેથી પસાર થઇ ગોપનાથથી આશરે ૧૦ કિમીના અંતરે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે. આ નદી ઉપર ખોડીયાર જળાશય યોજના હેઠળ ૧૯૬૭ના વર્ષમાં બંધ બાંધવામાં આવ્યો હતો. અમરેલીના ૨૪ ગામોને ખોડિયાર બંધની નહેરોનો લાભ મળે છે.
ચતુર આપો જવાબ
ભારતના ૨૮ રાજ્યની અલગ અલગ રાજધાની છે. આપેલા વિકલ્પમાંથી કયું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી એ ભૂગોળના જ્ઞાનની મદદથી શોધો.
માથું ખંજવાળો
અ) દિસપુર બ) કોહિમા ક) જલંધર ડ) થિરુવનંતપુરમ
નોંધી રાખો
જીવનમાં ઘણી બાબતો દેખાય એટલી સહેલી નથી હોતી. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરવાની કોશિશ કરી જોજો. સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી હોતું.
માઈન્ડ ગેમ
વિશ્ર્વમાં એવા કેટલાક દેશ છે જે એકથી વધુ ખંડમાં પથરાયેલા છે. અહીં આપેલા વિકલ્પમાંથી એશિયા અને યુરોપમાં પથરાયેલો દેશ શોધી કાઢો.
અ) ઈજીપ્ત બ) બેલ્જીયમ
ક) નોર્વે ડ) કઝાખસ્તાન
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
દરકાર પરવા
દરગુજર માફ કરેલું
દરમાયો વેતન
દરખાસ્ત પ્રસ્તાવ
દરાજ ત્વચા રોગ
ગુજરાત મોરી મોરી રે
પોંચી
ઓળખાણ પડી
પુલેલા ગોપીચંદ
માઈન્ડ ગેમ
હેરી ટ્રુમેન
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કોયનાનગર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) જ્યોતિ ખાંડવાલા (૮) ભારતી બુચ (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નંદકિશોર સંજાણવાળા (૧૪) પુષ્પા પટેલ (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) હર્ષા મહેતા (૧૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) સુરેખા દેસાઈ (૨૨) ભાવના કર્વે (૨૩) સુનીતા પટવા (૨૪) રજનીકાંત પટવા (૨૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) અંજુ ટોલિયા (૨૮) પુષ્પા ખોના (૨૯) મહેશ દોશી (૩૦) દિલીપ પરીખ (૩૧) નિતીન બજરિયા (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૩) પુષ્પા ખોના (૩૪) અરવિંદ કામદાર (૩૫) તાહેર ઔરંગાબાદવાલા (૩૬) શીરીન ઔરંગાબાદવાલા (૩૭) મહેશ સંઘવી (૩૮) પ્રવીણ વોરા (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) હિના દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રીં