નેશનલશેર બજાર

આખલો ભૂરાંટો થયો: સેન્સેક્સ ૭૧,૦૦૦ની પાર રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડ ઉમેરાયા

નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં તેજીનું તોફન ચાલુ રહ્યું છે અને નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં પણ તેજીની આગેકૂચ ચાલુ રહે એવી અપેક્ષા છે. શેરબજારમાં આખલો રીતસર તોફાને ચડ્યો હોય એ રીતે તરખાટ મચાવી રહ્યો છે.

ભારતીય શેરબજારમાં તેજીનો કેવો માહોલ રચાયો છે, એનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે, બૅન્ક ઓફ ઇન્ગલૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે હોૅકિશ ટોન અપનાવીને વ્યાજદરોમાં કોઇ ઘટાડો જાહેર ના કર્યો હોવા છતાં તેની બજારના સેન્ટિમેન્ટ પર કોઇ નકારાત્મક અસર પડી નથી.

સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૧,૦૦૦ની સપાટી વટાવી છે તો નિફ્ટીએ ૨૧,૫૦૦ની નિકટ પહોંચીને નવી વિક્રમી ટોચ બનાવી છે. બૅન્ક નિફ્ટીએ પણ પહેલી જ વખત ૪૮,૦૦૦ની સપાટી વટાવીને ેક નવો ઇતિહાસ બનાવ્યો છે. નોંધવું રહ્યું કે, સત્ર દરમિયાન સેન્સેક્સે ગુરુવારના સત્રની જેમ ૧૦૦૦ પોઇન્ટથી ઊંચી છલાંગ સાથે નવી ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટી પણ બનાવી છે.
સેન્સેક્સ ૯૬૯.૫૫ પોઈન્ટ ઉછળીને ૭૧,૪૮૩.૭૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૭૩.૯૫ પોઈન્ટ વધીને ૨૧,૪૫૬.૬૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના માર્કેટ કેપમાં પાછલા સત્રમાં લગભગ રૂ. ચાર લાખ કરોડ બાદ આ સત્રમાં વધું ત્રણેક લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. એકંદર ત્રણ દિવસની ઝડપી આગેકૂચમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૯૩૨.૭૨ પોઇન્ટ અથવા તો ૨.૭૭ ટકા ઊછળ્યો છે અને ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮,૧૧,૮૦૨.૧૧ કરોડનો ઉછાળો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યા હોવાની જાહેરાત અને આવતા વર્ષે રેટ કટના સંકેત અપાયા પછી ગુરૂવારથી શેરબજારમાં શરૂ થયેલું તેજીનું તોફાન સપ્તાહના અંતિમ સત્રમાં પણ આગળ વધ્યું હતું.

આ અઠવાડિયે અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ભારતીય ઇક્વિટીમાં રૂ. ૯,૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…