આમચી મુંબઈ

કેન્દ્ર સરકાર પાસે માટુંગાની રેલવેની જગ્યાની માગણી ધારાવીમાં જ ખુલ્લા પ્લોટ પર ઈમારત બાંધવાનો હેતુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી માટુંગામાં આવેલી રેલવેની જગ્યા માગી છે અને ધારાવી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ વખતે ખુલ્લી જગ્યામાં મકાન બાંધીને ડાયરેક્ટ ઘરની ચાવીઓ પાત્ર રહેવાસીઓને સોંપવાનો હેતુ રાખ્યો છે. અગાઉની કૉંગ્રેસની સરકારે આવો વિચાર કર્યો હોત તો ૨૦૦૪થી રખડી પડેલો આ પ્રોજેક્ટ પહેલાં જ પૂર્ણ થઈ ગયો હોત.
કૉંંગ્રેસની સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા માટે સેક્ટર એકથી પાંચનું માર્કિંગ કરી નાખ્યું હતું. ૨૦૧૧માં તેમણે સેક્ટર નંબર પાંચનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દીધું હતું, પરંતુ ત્યાં ફક્ત ૧૮ માળની બે ઈમારોત જ બાંધવામાં આવી હતી અને પાંચ વર્ષે એટલે કે ૨૦૧૬માં કુલ ૩૫૮ રૂમ્સ બાંધીને તૈયાર થયા હતા. આમાંથી શતાબ્દીનગરના પાત્ર રહેવાસીઓને ૨૭૮ રૂમ્સ હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. વિકાસ ઓછા સમયમાં કરવા માટે તેમાં ગતિ હોવાની આવશ્યક છે. દેવેન્દ્ર ફડણવીસની કામ કરવાની પદ્ધતિમાં તે જોવા મળે છે, એમ ભાજપના મહારાષ્ટ્ર કારોબારીના સભ્ય દિવ્યા ઢોલેએ જણાવ્યું હતું.

અત્યારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વહેતી થયેલી શંકાઓનું નિરસન કરતાં તેમણે કહ્યું હતું કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની સ્પેશ્યલ પર્પઝ કંપનીમાં સરકાર અને અદાણીની હિસ્સેદારી છે અને આ કંપનીના ચેરમેન મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિ હોવાથી સરકારનું નિયંત્રણ પ્રોજેક્ટ પર રહેવાનું છે એટલે ધારાવીના લોકોએ ગેરમાર્ગે દોરાવાની આવશ્યકતા નથી તેમણે મોદી સરકાર અને રાજ્યની મહાયુતિ સરકાર પર ભરોસો રાખવાની આવશ્યકતા છે.

ઉદ્ધવ ઠાકરેના ૧૮ મહિનાના કાર્યકાળમાં મહાવિકાસ આઘાડી સરકારે ટેન્ડરમાં શું શરતો હોવી જોઈએ તેના પર કામ કર્યું હતું. કેન્દ્ર સરકાર પાસેથી રેલવેની જમીન હસ્તાંતરિત કરીને લાવવાનું પણ તેમનાથી શક્ય થયું નહોતું.

૩૦ જૂન, ૨૦૨૨ના રોજ મહાયુતી સરકાર અસ્તિત્વમાં આવતાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પદ દેવેન્દ્ર ફડણવીસ પાસે આવ્યું હતું. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ મહાયુતીની સરકારના આગમન સાથે ફરી ગતિમાન થયું હતું.

પહેલી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ટેન્ડર રજૂ કરવાની અંતિમ તારીખ ૩૧મી ઑક્ટોબર, ૨૦૨૨ હતી તેને પંદરમી નવેમ્બર સુધીનો મુદતવધારો આપવામાં આવ્યો. પંદરમી નવેમ્બરે કુલ ત્રણ કંપનીએ પોતાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જેમાં મે. અદાણી પ્રોપર્ટીઝ પ્રા. લિ., ડીએલએફ લિ. અને શ્રી નમન ડેવલપરસંગ પ્રા. લિ.નો સમાવેશ થતો હતો.

અત્યારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ પર્પઝ કંપની સ્થાપિત કરવામાં આવી છે. આ કંપનીમાં અદાણી ૪૦૦ કરોડનું રોકાણ કરશે અને રાજ્ય સરકાર રૂ. ૧૦૦ કરોડનું રોકાણ કરશે. આ સ્પેશ્યલ પર્પઝ કંપનીમાં અદાણી અને રાજ્ય સ રકારની ૮૦:૨૦ ટકા ભાગીદારી છે. સરકારનો અદાણીના કામ પર પ્રભાવ રહેશે. આ કંપનીમાં ચેરમેન સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે અને મેનેજિંગ ડિરેક્ટર અદાણી પ્રોપર્ટીઝ તરફથી નિયુક્ત કરવામાં આવશે.

આ બધી જ બાબતો પાારદર્શક રીતે મહાયુતી સરકાર કરી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત