નેશનલ

5000 રૂપિયા નહીં આપ્યા તો માતા સાથે કર્યું કંઇક આવું…….

લખનઊઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સંગમ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ એક સૂટકેસમાંથી મળી આવ્યો છે અને તેના પુત્રની અટકાયત કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. અહીંના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે જણાવ્યું હતું કે, દારાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ શુક્રવારે સવારે સંગમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેઓએ એક શંકાસ્પદ વ્યક્તિને સૂટકેસ લઈને જતો જોયો હતો અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હિમાંશુ જણાવ્યુ હતું. તે મૂળ બિહારના ગોપાલગંજનો વતની છે. તેમણે જણાવ્યું કે સૂટકેસની તપાસ કરતા તેમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જણાવ્યું કે જ્યારે આ અંગે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે હિમાંશુએ જણાવ્યું કે તે તેની માતા પ્રતિમા દેવી (42)ની લાશ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે, ‘હિમાંશુ તેની માતા સાથે હરિયાણાના હિસાર જિલ્લામાં આર્ય નગરમાં રહેતો હતો અને તેની માતા એક મિલમાં કામ કરતી હતી. તેણે તેની માતા પાસેથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા, પરંતુ પૈસા ન આપતા તેણે 13 ડિસેમ્બરે તેની માતાનું ગળું દબાવી હત્યા કરી હતી.’

અધિકારીએ કહ્યું, ‘હિમાંશુ મૃતદેહને સૂટકેસમાં ભરીને તે જ સાંજે ટ્રેન દ્વારા પ્રયાગરાજ આવ્યો હતો અને સંગમ વિસ્તારમાં મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી રહ્યો હતો.” આ મામલામાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. અધિકારીએ કહ્યું હતું કે પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને હરિયાણા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button