મનોરંજન

આ કારણે 22મી જાન્યુઆરીના સ્ટાર્સનો કુંભમેળો જામશે અયોધ્યામાં…

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને દરેક ક્ષેત્રના મહાનુભવો આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે બી-ટાઉનના સેલેબ્સ આમાંથી કઈ રીતે બાકાત રહી શકે?

મળી રહેલી માહિતી પ્રમાણે એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક સેલેબ્સના નામની યાદી સામે આવી છે કે જેઓ 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આ યાદીમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દિક્ષીત, અનુપમ ખેર, અક્ષય કુમાર સહિતના સેલેબ્સ આ કાર્યક્રમમાં હાજરી આપવા જશો. આ સિવાય બોલીવૂડના ફેમસ ડિરેક્ટર રાજકુમાર હિરાણી. સંજયલીલા ભણસાલી, રોહિત શેટ્ટી અને મહાવીર જૈન જેવી હસ્તીઓના નામોનો સમાવેશ થાય છે.

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો સુપરસ્ટાર રજનીકાંતથી લઈને ચિરંજી, મોહનલાલ, ધનુષ અને ઋષભ શેટ્ટીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય રામાયણમાં ભગવાન રામની ભૂમિકા કરનાર અરુણ ગોવિલ અને સીતાનો રોલ કરનાર દિપીકા ચિખલિયાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાણપ્રતિષ્ઠાના આ ભવ્ય કાર્યક્રમના જ ભાગરૂપે 16મી જાન્યુઆરીથી જ વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે જેમાં 4000થી વધુ સાધુ-સંતો ભાગ લેશે અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશભરમાંથી 7000 હજાર જેટલા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button