સ્પોર્ટસ

નવી મુંબઈની વૃંદા રાઠીએ ઈતિહાસ રચ્યો

નવી મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે. પ્રથમ દિવસે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 410 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. તો નવી મુંબઈમાં રહેતી બ્રિન્દા રાઠીએ પણ એક રેકોર્ડ બનાવ્યો છે. બ્રિન્દા ટેસ્ટ મેચમાં પ્રથમ ભારતીય મહિલા અમ્પાયર બની હતી.

બ્રિન્દા રાઠીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત 2014ની અમ્પાયર્સ પરીક્ષા આપી હતી. ચાર વર્ષ પછી, તેણે બીસીસીઆઈ દ્વારા આયોજિત અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી, 34 વર્ષીય વૃંદાએ 13 ODI અને 43 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેને 2020 માં ICC ડેવલપમેન્ટ પેનલ ઓફ અમ્પાયર્સમાં પ્રમોટ કરવામાં આવી હતી. બ્રિન્દા રાઠીએ 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ અમ્પાયરિંગ કર્યું છે.


આ વર્ષે તેમણે એક પછી એક મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. 10 જાન્યુઆરી 2023ના રોજ, નારાયણ જનની અને વૃંદા રાઠી પુરુષોની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ફરજ બજાવનાર પ્રથમ મહિલા અમ્પાયર બન્યા હતા. આ બંનેએ રણજી ટ્રોફી 2022-23 સીઝનમાં ગોવા અને પોંડિચેરી વચ્ચેની મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. બ્રિન્દા રાઠીએ દક્ષિણ આફ્રિકામાં 2023 મહિલા T20 વર્લ્ડ કપમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું. તે પ્રીમિયર લીગ ફાઈનલ અને એશિયન ગેમ્સમાં પણ અમ્પાયર કરનાર ભારતની પ્રથમ મહિલા અમ્પાયર બની હતી. ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં વૃંદાની સાથે ભારતના કે અનંતપદ્મનાભન પણ અમ્પાયર હતા. વીરેન્દ્ર શર્મા ત્રીજા અમ્પાયર હતા. જીએસ લક્ષ્મી મેચ રેફરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button