ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓ કેનેડામાં શું કરી રહ્યા છે? શાહે કેનેડા પર કર્યો પલટવાર
નવી દિલ્હી: ગૃહ પ્રધાન અમિત શાહ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડા સરકારે ભારત પર લગાવેલા આરોપ વિશે બોલતા જણાવ્યું હતું કે નિજ્જરની હત્યામાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ પહેલાથી જ તેનો સ્પષ્ટ ઈન્કાર કરી ચૂક્યું છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે નિજ્જર કેનેડામાં શું કરી રહ્યો હતો? કેનેડા સરકારને ખબર છે કે નિજજરને ભારતે આતંકવાદી જાહેર કરેલો છે. અને તે હંમેશા ભારતને ધમકીઓ આપતો રહેતો હતો. તો પછી તેને કેનેડામાં રહેવા કેમ દીધો. આનો જવાબ છે કેનેડા પાસે?
આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પણ ધમકીઓ આપતો રહે છે. કહે છે કે ભારતના વિમાનને ઉડાવી દેશે અને યુએસ સરકાર તેને બચાવી શકશે? આવા નિવેદનો આપે છે આ આંતકવાદીઓ અને ભારતે આ બધી બાબતો માટે રાજદ્વારી સમક્ષ ઘણી વાર આ મામલો ઉઠાવ્યો છે અને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પરંતુ કેનેડા સરકાર શું કરે છે.
વધુમાં શાહે કહ્યું હતું કે અમે અમારી ધરતી પર કોઈ દેશ વિરુદ્ધ આવું ષડયંત્ર ના તો કરીશું ના તો થવા દઈશું. તો કેનેડા આ બાબતે શું કરી રહ્યું છે. તેમજ નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એજ રાગ આલાપ્યો હતો કે ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યામાં ભારત સરકારની સંભવિત સંડોવણી છે અને તેમને જાહેરમાં એટલા માટે આક્ષેપો કર્યા છે કારણકે તેમનો હેતુ ભારતને આવી કઘટનોનું પુનરાવર્તન કરતા અટકાવવાનો હતો.
નોંધનીય છે કે ટ્રુડોએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની શક્યતા છે. આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.