મુંબઇ: છેલ્લાં કેટલાંક મહિનાઓથી બોલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ત્યારે હવે બોલીવુડ અને ટેલીવુડના આ જાણીતા અભિનેતા પર પણ આરોગ્ય સંકટ આવ્યું છે. અનેક ફિલ્મો અને ટીવી સિરીયલમાં પોતાના અભીનયને કારણે એક આગવી ઓળખ ઊભી કરનાર આ અભિનેતાની શુટિંગ બાદ તબિયત લથડતા તેને સારવાર અર્થે અંધેરીમાં આવેલ બેલેવ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જાણીતા અભિનેતા શ્રેયસ તળપદેને ગુરુવારે સાંજે શુટિંગ પૂરું થયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ શ્રેયસને તરત જ અંધેરી પશ્ચિમમાં આવેલ બેલેવ્યુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શ્રેયસ તળપદે તેની આગામી ફિલ્મ વેલકમ ટૂ દ જંગલનું શુટિંગ કરી રહ્યો હતો. જોકે આ ઘટના અચાનક જ ઘટી છે. હાલમાં તે સારવાર હેઠળ છે.
શ્રેયસ તળપદે આખો દિવસ શુટિંગમાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઇ જ તકલીફ થઇ નહતી. શુટિંગમાં તેણે એક્શન સિક્વન્સ પણ કર્યા. શુટ પતાવીને તે ઘરે પહોંત્યો હતો. તેણે પત્નીને કહ્યું કે તેને અસ્વસ્થ લાગી રહ્યું છે. તેથી તેની પત્ની તરત જ શ્રેયસને હોસ્પીટલ લઇ આવી હતી. જોકે રસ્તામાં જ તેને ચક્કર આવી ગયા હતાં. આ અંગે હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, શ્રેયસ તળપદે હોસ્પિટલમાં દાખલ છે, તેમને ગઇ કાલે મોડી સાંજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને તરત જ તેમની એન્જિઓપ્લાસ્ટિ કરવામાં આવી. જોકે હવે અભિનેતાની તબીયત સુધારા પર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને