ચેતેશ્ર્વર પૂજારાએ ૨૦૨૪ કાઉન્ટીસિઝન માટે સસેક્સ સાથે કરાર કર્યો
હોવ: દક્ષિણ આફ્રિકમાં ભારતની ટેસ્ટ શ્રેણી માટે અવગણવામાં આવેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાએ ફરી એકવાર ૨૦૨૪ કાઉન્ટી સીઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સસેક્સ સાથે કરાર કર્યો છે. આ ક્લબ સાથે તેની ત્રીજી સીધી સીઝન હશે. તેણે ૨૦૨૨માં પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા.
૨૦૨૪ સીઝનની વાત કરીએ તો તે કાઉન્ટી ચેમ્પિયનશિપની શરૂઆતની સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. પૂજારાએ ક્લબ સાથે પુન:હસ્તાક્ષર કર્યા પછી સસેક્સને જણાવ્યું હતું કે, મેં છેલ્લી બે સીઝનમાં હોવમાં મારો સમય માણ્યો છે અને સસેક્સ પરિવાર સાથે ફરી પાછા જોડાવાથી વધુ આનંદ થયો નથી. હું ટીમમાં જોડાવા અને તેની સફળતામાં યોગદાન આપવા માટે ઉત્સુક છું, એમ પુજારાએ જણાવ્યું હતું.
પુજારાએ ક્લબ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે ૧૮ કાઉન્ટી ચેમ્પિયનશિપ મીટિંગ્સમાં ૬૪.૨૪ની એવરેજથી ૧,૮૬૩ રન કર્યા હતા, જેમાં આઠ સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. પુજારાની સસેક્સમાં વાપસી અંગે ટિપ્પણી કરતા મુખ્ય કોચ પોલ ફારબ્રેસે કહ્યું કે, મને આનંદ છે કે ચેતેશ્ર્વર સીઝનના પ્રથમ બે મહિના માટે ફરીથી હોવમાં પરત ફરી રહ્યો છે. તે માત્ર એક ઉચ્ચ ગુણવત્તાનો ખેલાડી નથી, પરંતુ ઉચ્ચ ગુણવત્તાની વ્યક્તિ પણ છે.