આમચી મુંબઈ

વિરોધ પક્ષોએ પુણે લોકસભા બેઠકની પેટાચૂંટણી પર હાઇ કોર્ટના ચુકાદાને આવકાર્યો

પુણે: પુણે લોકસભા બેઠકના ભાજપના સાંસદ ગિરીશ બાપટના ૨૯ માર્ચે થયેલા અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચમાં પુણેના રહેવાસી સુઘોષ જોશી દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર પેટાચૂંટણી ન કરાવવાના પ્રમાણપત્ર સામે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો આદેશ આપતાં, હાઇ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ)ને પુણે લોકસભા બેઠક માટે તાત્કાલિક પેટાચૂંટણી યોજવા જણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું કે આ મતવિસ્તારના લોકોને લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ વિના છોડી શકાય નહીં. મહારાષ્ટ્રમાં વિપક્ષી પક્ષોએ બોમ્બે હાઈ કોર્ટના આદેશને આવકાર્યો હતો.

જો કે, ભારતીય જનતા પાર્ટીના નેતા અને પુણેના ભૂતપૂર્વ મેયર મુરલીધર મોહોલે કહ્યું કે હાઇ કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઈએ અને તેને રાજકીય દૃષ્ટિએ જોવું જોઈએ નહીં. એક રાજકીય પક્ષ તરીકે, ભાજપ હંમેશા ચૂંટણી લડવા માટે તૈયાર છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને કમલ ખાટાની ડિવિઝન બેન્ચે પેટાચૂંટણી ન યોજવા અંગેના કારણ તરીકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની તૈયારી સહિત અન્ય ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાનું બહાનું આપવા બદલ ઈસીઆઈનો ઉધડો લીધો હતો અને તેને “વિચિત્ર અને સંપૂર્ણ ગેરવાજબી ગણાવ્યું હતું. કોંગ્રેસે હાઈકોર્ટના ચુકાદાને શાસન ગઠબંધન ઘટક ભાજપ અને પોલ પેનલ માટે લપડાક ગણાવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉપાધ્યક્ષ મોહન જોશીએ દાવો કર્યો કે, “ચૂંટણી પંચ અને ભાજપ માટે આ એક મોટો ફટકો છે, જે પેટાચૂંટણી ટાળી રહી હતી કારણ કે તેને હારનો ડર હતો. એનસીપી (શરદ પવાર જૂથ) પુણે શહેર એકમના પ્રમુખ પ્રશાંત જગતાપે કોર્ટના ચુકાદાને આવકાર્યો અને કહ્યું કે ભાજપ લોકસભા બેઠકની પેટાચૂંટણીનો સામનો કરવાનું ટાળી રહી છે કારણ કે કસ્બાની પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી પાર્ટી ફરીથી હારવા માંગતી નથી.

જો કે, ભાજપના નેતા મોહોલે કહ્યું કે ઈસીઆઈ એક સ્વતંત્ર સંસ્થા છે જેને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. તેથી, કોઈએ ઈસીઆઈની નિર્ણય લેવાની પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કરવાનો કોઈ પ્રશ્ન નથી. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત