સ્પોર્ટસ

IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે સૂર્ય કુમાર યાદવની સ્ફોટક સદી, નવો ઇતિહાસ બનાવ્યો

IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે સૂર્ય કુમાર યાદવની સ્ફોટક સદી

જોહનિસબર્ગ: અહીં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ત્રીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ભારતે ધમાકેદાર બેટિંગ કરીને 202 રનનો આફ્રિકાને ટાર્ગેટ આપ્યો હતો. ભારતના સુકાની સૂર્ય કુમાર યાદવે 55 બોલમાં સદી કરીને ટ્વન્ટી20નાં ઇતિહાસમાં ભારતના રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલનાં રેકોર્ડની બરોબરી કરીને નવી ઇતિહાસ રચ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જ્યારે પહેલી બેટીંગમાં ટીમ ઈન્ડિયાવતીથી સુકાની સૂર્યકુમાર યાદવ સહિત જયસ્વાલે મજબૂત બેટિંગ કરી હતી. અંતમાં 20 ઓવરમાં ભારતે સાત વિકેટે 201 રન બનાવ્યા હતા.

પહેલા દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલ ત્રણ સિક્સર, ચાર ચોગ્ગા મળીને 41 બોલમાં 60 રન કર્યા હતા. આમ છતાં શુભમન ગિલ અને તિલક વર્મા નિષ્ફળ રહ્યા હતા. શુભમન ગિલ એક અને તિલક વર્મા ઝીરો રનમાં આઉટ થયા હતા. આમ છતાં ત્રણ વિકેટ પછી સૂર્ય કુમાર યાદવ અને રિંકુ સિંહે મજબૂત ભાગીદારી નોંધાવી હતી. એકલા હાથે સૂર્ય કુમાર યાદવે સ્ફોટક બેટિંગ કરી હતી, જેમાં 56 બોલમાં 100 રન કર્યા (આઠ સિક્સર અને સાત ચોગ્ગા માર્યા) હતા. સિકસરમાં પણ રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 60 ટ્વન્ટી ટ્વેન્ટી મેચમાં કુલ મળીને 118 સીક્સ મારી છે, જેમાં વિરાટ કોહલીની 117 સિક્સનો વિક્રમ તોડયો છે.

એના સિવાય રિંકુ સિહે 10 બોલમાં 14 રન કર્યા હતા, જ્યારે જાડેજા અને શર્માએ ચાર ચાર રન બનાવ્યા હતા. ભારતીય ટીમે સ્ફોટક બેટિંગ કરતાં 20 ઓવરમાં સાત વિકેટે 201 રન કરીને પડકારજનક સ્કોર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button