જો તમને કબજિયાતની સમસ્યા સતાવે છે તો તમારી રોટલીમાં ઉમેરો આ વસ્તુ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ સમસ્યા નાની છે કે મોટી. કબજિયાતને લીધે પેટની જ નહીં પરંતુ ત્વચા, વાળ વગેરેની સમસ્યાઓ પણ ઊભી થાય છે અને માનસિક તેમ જ જાતીય સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ કબજિયાત સાથે જોડાયેલી છે. પેટ યોગ્ય રીતે સાફ ન થવાથી અથવા શરીરમાં પ્રવાહીની ઉણપને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આ માટેનો એક ઉપાય તો એ છે કે તમે યોગ્ય માત્રા નિયમિત પાણી પીઓ અને કસરત અથવા ચાલવાની ટેવ રાખો, પણ આ સાથે અમે તેમને એક બીજો નુસખો પણ બતાવવા જઈ રહ્યા છે, જેનો અમલ સહેલો છે અને નિમયિત કરવાની પરિણામની સંભાવના છે.
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો રોટલી બનાવતા પહેલા લોટમાં તમારે એક વસ્તુ મિક્સ કરવાની છે. આ વસ્તુ એટલે ઓટ્સ. તમારે ઓટ્સ લેવાના છે અને તેને પીસીને પાવડર બનાવવાનો છે. અને જ્યારે તમે રોટલી બનાવવા માટે લોટ બાંધો ત્યારે તેમાં ઓટ્સ પાવડર મિક્સ કરવાનોછે. પછી તેમાંથી રોટલી બનાવો. ઓટ્સના લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
ઓટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઓટ્સમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. વજન ઘટાડવા માટે પણ ઓટ્સ ખૂબ જ સારા માનવામાં આવે છે. જો તમે ઓટ્સનું સેવન કરો છો, તો તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. નાસ્તામાં ઓટ્સ પણ ઉમેરી શકાય છે.