મંગળ પર જવા માટે કેટલો સમય લાગે છે? જવાબ જાણશો તો ચોંકી ઉઠશો
મંગળ ગ્રહ પર જવું કોઈ કપોળ કલ્પના નથી, પણ દુનિયાની ઘણી બધી સ્પેસ એજન્સી આ મિશન મંગલની તૈયારીઓમાં લાગી ગઈ છે. અત્યાર સુધી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા, ચીન, સોવિયેત સંઘના યાન તો મંગળ પર પહોંચી ચૂક્યા છે, જ્યારે ભારત યુએઈના યાન મંગળની કક્ષા પર પહોંચી ચૂક્યા છે, પરંતુ માણસને મંગળ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે? આ સવાલના જવાબ ટેક્નોલોજી અને પ્રક્ષેપણ દરમિયાન પૃથ્વી અને મંગળની સ્થિતિ પર વધારે નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકોએ ટેક્નોલોજી પર વધારે ભાર મૂક્યો છે, કારણ કે એ જ આ સમયને મોટા અંશે ઘટાડી શકે છે, તો ચાલો જાણીએ કે મંગળ પર પહોંચવા માટે કેટલો સમય લાગશે અને એને ઘટાડવા માટે શું-શું કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી મંગળ પર પહોંચવા માટે લાગતા સમયના સૌથી પ્રામાણિક આંકડાઓ નાસા પાસ છે અને એજન્સીના મતે એક જ વખતમાં મંગળ ગ્રહ પર પહોંચવામાં 9 મહિનાનો સમય લાગે છે જ્યારે પાછા આવવામાં ઓછામાં ઓછો 21 મહિનાનો સમય લાગે છે, કારણ કે મંગળ અને પૃથ્વીને સૌથી વધુ નજીક આવવામાં ત્રણ મહિનાનો સમય લાગશે જ્યારે નાસાએ આનાથી ઓછા સમયમાં જ મંગળ સુધી પોતાનું રોવર પહોંચાડ્યું હતું.
મંગળ પર જવા માટે લાગનારા સમયની વાત કરીએ તો સૌથી પહેલાં મંગળ અને પૃથ્વી વચ્ચેના અંતરને જાણી લેવાનું ખૂબ જ જરૂરી છે. મંગલ સૂર્યમંડળમાં સૂર્યથી ચોથા નંબરે આવતો ગ્રહ છે, જ્યારે પૃથ્વીથી બીજો સૌથી નજીકનો ગ્રહ છે. પરંતુ બંને વચ્ચેનું અંતર સતત બદલાતું રહે છે, કારણ કે બંને જણ પોત-પોતાની કક્ષામાં જ સૂર્યની આસપાસ ભ્રમણ કરતાં હોય છે. સૈદ્ધાંતિક રીતે વાત કરીએ તો પ-થ્ની અને મંગળ એકબીજાની સૌથી વધુ નજીક હોય છે ત્યારે એમની વચ્ચેનું અંતર 5.46 કરોડ કિલોમીટર દેટલું હોય છે, જ્યારકે બંને વચ્ચેનું સરેરાશ અંતર 22.5 કરોડ કિલોમીટર છે.
પ્રકાશની ઝડપે પ્રવાસ કરતાં પૃથ્વીથી મંગળ પર પહોંચવા માટે સૌથી ઓછા અંતરની મુસાફરી કરવા માટે 3.11 મિનિટનો સમય લાગશે, જ્યારે નાસાના સૌથી ઝડપી યાન પાર્કર સોલર પ્રોબની સ્પીડ 586,000 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. આ સ્પીડથી મંગળ પર જવા માટે માત્ર 95 કલાકનો સમય લાગશે. કોઈ વસ્તુ કે પિંડનું પૃથ્વીથી મંગળ પહોંચવા માટે કેટલો સમય લાગશે એ તે વસ્તુ પર નિર્ભર કરે છે કે તે આમાં કેટલી ઊર્જા લગાવશે.
ભારતની વાત કરીએ તો ભારતના મંગળ યાનને મંગળની કક્ષા સુધી પહોંચવા માટે 9 મહિનાનો સમય લાગ્યો હતો, જ્યારે નાસાના પર્સિવિયરેન્સ રોવરને મંગળ સુધી પહોંચવા માટે સાત મહિનાનો સમય લાગ્યો હતો. ચીનને મંહળની કક્ષા સુધી પહોંચવા માટે સાત મહિનાનો સમય લાગ્યો હતો. એ જ સમયે નાસા અને દુનિયાના અન્ય દેશોના યાનોને મંગળ પર પહોંચવામાં સાત મહિના સુધીનો સમય લાગ્યો છે.
જ્યારે પણ મંગળની વાત આવે ત્યારે એલન મસ્કનું નામ ના આવે તો કેમ ચાલે? મસ્ક મંગળ પર કોલોની બનાવવા માગે છે અને એ માટે તેમની કંપની એક ખાસ સ્ટારશિપ યાન તૈયાર કરી રહી છે અને એનું લક્ષ્ય છ મહિનામાં મંગળ સુધી પહોંચવલાનું છે. પરંતુ મસ્કની કંપની એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે કે જેથી આ સમયને હજી વધારે ઘટાડી શકાય.