કરણ જોહરે મલાઈકા અરોરા સાથે લગ્ન કરવા વિશે પૂછતા અર્જુન કપૂરે કહ્યું કે…
મુંબઇ: કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણ ઘણો ફેમસ છે. આમતો આ શોમાં ફક્ત બોલીવુડના કલાકારોની પંચાત જ થતી હોય છે. હાલમાં આ શોની આઠમી સીઝન ચાલી રહી છે. આ ચેટ શોમાં અત્યાર સુધી ઘણા સેલેબ્સ જોહરના એકદમ અંગત કહી શકાય તેવા પ્રશ્ર્નો ના જવાબ આપતા હોય છે. જો કે તે કેમ આપતા હોય છે એ સમજાતું નથી કાંતો તેમને હજુ વધારે ફેમસ થવું હોય છે કે પછી કોન્ટ્રોવર્સી વગરની લાઈફ નથી ગમતી તે તો હવે તે જ જાણે.
હાલમાં જ આ શોમાં અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂરે ભાગ લીધો હતો. આ દરમિયાન કરણ જોહરે અર્જુન કપૂર સાથે તેના અને મલાઈકા અરોરાના સંબંધો વિશે વાત કરી હતી. કરણ જોહરે અર્જુનને તેના અને મલાઈકાના લગ્ન વિશે પૂછતા અર્જુને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે જે રીતે હું તારા શોમાં આવીને ઇમાનદારીપૂર્વક બેઠો છું એટલી જ પ્રામાણિકતાથી જણાવીશ કે મને આમારો સંબંધ બસ આ જ રીતે ગમે છે. અને તેને હું આમજ જીવવા માંગું છું.
આ ઉપરાંત અર્જુને કહ્યું હતું કે મને લાગે છે કે અહીં બેસીને ભવિષ્ય વિશે વાત કરવી યોગ્ય નથી. તેના માટે સૌથી સારી બાબત એ હશે કે એકવાર અમે સાથે આવીશું અને સાથે મળીને તેના વિશે વાત કરીશું. હું જ્યાં છું ત્યાં હું ખૂબ જ ખુશ છું અને મને લાગે છે કે અમને કોઈ ફરિયાદ નથી. અને કોઇ પણ સંબંધ વિશે એકલા વાત કરવીએ એ તે સંબંધનું અપમાન છે.
જો કે થોડા સમય પહેલા એવી અફવા હતી કે અર્જુન અને મલાઈકાનું લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા છે. જો કે અર્જુને મલાઈકાના બર્થડે પર સોશિયમ મિડીયા પર મલાઈકાની રોમેન્ટિક તસવીર પોસ્ટ કરીને અફવાઓનો અંત લાવી દીધો હતો.