આખરે આદિવાસી નેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા
ડેડીયાપાડાઃ આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે. ડેડિયાપાડાના આ વિધાનસભ્ય લગભગ એક મહિનાથી ફરાર હતા. જોકે તેમના આજે પોલીસ સમક્ષ હાજર થવાની ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે.
તેઓ ફરાર થયા તે પહેલાથી જ કહેતા હતા કે ભાજપ તેમને પક્ષમાં આવવા આ્મંત્રણ આપે છે અને તેમ ન થતાં દબાણ કરી રહી છે. હવે ગઈકાલે જ્યારે વિસાવદરના ભાજપના વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ આપ છોડ્યું છે ત્યારે વસાવા પણ શું તેમની રાહે જ ચાલશે તેવા સવાલો થઈ રહ્યા છે.
એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.
તેમના સમથર્કોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી નારાબાજી કરી હતી. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલતે અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો ન હોવાનું જણાઈ રહ્યું છે.