ચેન્નઈના દરિયામાં 20 ચો.કિ.મી.માં ઓઈલ ફેલાઈ ગયું, જીવસૃષ્ટિને નુકશાન, માછીમારોની રોજી છીનવાઈ
ચેન્નઈ: ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)ની રિફાઈનરીમાંથી અઠવાડિયા પહેલાથી શરુ થયેલું ઓઈલ લીકેજ હજુ અટક્યું નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રિફાઇનરીમાંથી લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં 20 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. જેને કારણે સમુદ્રી જીવસૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અને માછીમારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે..
ઓઈલ લીક થવાને કારણે ચેન્નાઈની ઈકો-સેન્સિટિવ એન્નોર ક્રીકને વધુને વધુ નુકશાન પહોંચી રહ્યું છે. કોસસ્થલાઇ નદીમાં પણ ઓઈલ ફેલાઈ ગયું છે. દરિયાકિનારા અને ફિશિંગ બોટ પર પણ ઓઈલના નિશાન જોઈ શકાય છે.
તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેની તપાસ દરમિયાન CPCLમાં સ્ટોર્મ વોટર મેનેજમેન્ટની પૂરતી વ્યવસ્થામાં ખામીઓ મળી આવી હતી. આ કારણે ગયા અઠવાડિયે ચક્રવાત મિગજોમ દરમિયાન આવેલા પૂરને કારણે ઓઈલ લીક થયું હતું.
ઓઈલ લિકેજને કરને માછીમારની રોજી રોટી છીનવાઈ ગઈ છે, એક માછીમારના જણાવ્યા મુજબ, હવે આ વિસ્તારમાં એક પણ માછલી નથી, બધી મરી ગઈ છે. અમારી આજીવિકા ખતમ થઈ ગઈ છે.
સ્પિલ કન્ટેઈનમેન્ટ પદ્ધતિઓ જેમ કે ઓઈલ બૂમર્સ, સ્કિમર્સ અને ગલી સકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, પર્યાવરણવિદના જણાવ્યા મુજબ હવે ઘણું મોડું થઈ ગયું છે, તંત્રએ અગાઉ ઓઈલ બૂમર્સ તૈનાત કરવા જોઈતા હતા.
તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે CPCLને ઓઇલ સ્પિલ હોટસ્પોટ્સનું મેપિંગ કરવા અને ઉપચારાત્મક પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. શૂન્ય લિકેજ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે, જેનું ઉલ્લંઘન થતા કામગીરીને સ્થગિત કરવાની ચેતવણી પણ આપી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે જેને પણ ઓઈલવાળ દૂષિત પાણીને કારણે મિલકતને નુકસાન અથવા આરોગ્યના જોખમોનો ઉભું થયું છે, તેમને વળતર આપવામાં આવશે. ઘણા વિસ્તારોના રહેવાસીઓએ શ્વાસની સમસ્યા અને ત્વચા પર ચકામા અને ચેપની જાણ કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે ઓઈલ સ્પિલને રોકવા માટે વધુ મશીનો મંગાવવામાં આવ્યા છે. તમિલનાડુ પર્યાવરણ સચિવએ જણાવ્યું હતું કે, “ઓઇલ સ્કિમર્સ ઓઈલને પાણીથી અલગ કરવા માટે યોગ્ય હોવાનંર જાણવા મળ્યું છે. અમે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે વધુ મશીનો મંગાવ્યા છે.”
દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી હજુ પણ ઓઇલ સ્પીલના જથ્થાનું કોઈ મૂલ્યાંકન થયું નથી.