IND vs SA 3rd T20: ટીમ ઇન્ડિયા માટે આજે ‘કરો યા મરો’, જોહાનિસબર્ગમાં આવા છે આંકડા
જોહાનિસબર્ગ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ગુરુવારના રોજ જોહાનિસબર્ગના ન્યૂ વન્ડરર્સ મેદાનમાં રમાશે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થયા બાદ બીજી મેચમાં આફ્રિકાએ જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝને 1-1થી બરાબર કરવા ઈચ્છશે, જ્યારે આફ્રિકાની નજર સિરીઝ જીતવા પર રહેશે.
જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. આ પિચ પર T20 અને ODIમાં કેટલાક મોટા સ્કોર બન્યા છે. અ મેદાન પર ડોમેસ્ટિક સિઝન હમણાં જ શરૂ થઈ છે, માટે પિચ તાજી હશે, જે બેટ્સમેનોને વધુ મદદ કરશે. અહીં અત્યાર સુધીમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 15 મેચ જીતી છે અને રનનો ચેઝ કરતી ટીમોએ 17 મેચ જીતી છે. જો કે આ બહુ મોટો ફરક નથી, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા જે કેપ્ટન ટોસ જીતશે તે બોલિંગ કરવાનું પસંદ કરે એવી શક્યતા છે
આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારત 2 જીત્યું છે અને 1 હાર્યું છે. આવી સ્થિતિમાં આજે અહીં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
બીજી ટી20માં ભારતીય ટીમ થોડી નબળી દેખાઈ હોવા છતાં મેન ઇન બ્લુ શાનદાર પ્રદર્શન બતાવી શકે છે. બીજી ટી-20માં વરસાદ અને ડ્યુને કારણે ભારતીય બોલરોને તકલીફ પડી હતી. બીજી તરફ જો ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં રણ ચેઝ કરશે તો તેની જીતની શક્યતા વધુ રહેશે.
જોહાનિસબર્ગમાં ભારતે ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને T20માં આંકડા ભારતની તરફેણમાં છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝી, માર્કો જેન્સન અને લુંગી એનગિડી ત્રીજી T20મેચ રમી શકશે નહીં કારણ કે તેમને ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મેચો રમવાની છે.
ત્રીજી T20 માટે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ભારત:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા:
ડેન માર્કરામ (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેન, મેથ્યુ બ્રિટ્ઝકે, નાન્દ્રે બર્જર, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, તબ્રેઈઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાદ વિલિયમ્સ.