વિધાન સભામાં ઉદય સામંતે જણાવ્યું કે મુંબઈની બીજી લાઇફ લાઇન ગણાતી બસો હવે…
મુંબઈ: પ્રધાન ઉદય સામંતે 13 ડિસેમ્બરના રોજ વિધાન સભામાં જણાવ્યું હતું કે મુંબઈની બીજી લાઈફ લાઇન ગણાતી બેસ્ટની તમામ બસોને 2027 સુધીમાં ઈલેક્ટ્રિક બસો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 3200 જેટલી બસોને ઈ બસો બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં બેસ્ટ પાસે 35 ડબલ ડેકર અને 45 સિંગલ ડેકર ઈ બસો છે. તેમજ હાલમાં 3200 ઈ બસો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે.
તેમજ વધારે ઈ બસો માટે કેન્દ્ર પાસેથી પરમિશન લેવામાં આવશે. બેસ્ટ વર્કર્સ યુનિયન અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના કરાર મુજબ બેસ્ટ પેતાની રીતે કેટલોક બસસ્ટાફ નક્કી કરશે. તેમજ તેમના પગાર માટે બેસ્ટ મહાનગરપાલિકા પાસે ફંડની માંગણી કરી શકે છે.
નેંધનીય છે કે 2019થી 2023ની વચ્ચે બેસ્ટને મહાનગરપાલિકા પાસેથી 5 હજાર 678 કરોડની સબસિડી મળી છે. આ ઉપરાતં બેસ્ટ પોતાની બસો ખરીદીને ફેરવે છે તો તેને પ્રતિ કિમીએ 193.94 રૂપિયા ખર્ચ આવે છે. જ્યારે ભાડાની બસોમાં પ્રતિ કિમીએ 120 રૂપિયી ખર્ચ આવે છે આથી શક્ય તેટલી બસો ભાડે લેવા વિશે પણ સામંતેએ વાત કરી હતી.