નેશનલ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ માટે કરવામાં આવેલી સર્વેની વિનંતી અલાહાબાદ હાઈ કોર્ટ આજે કરશે સુનાવણી

પ્રયાગરાજ: જ્ઞાનવાપીના આધારે કમિશનર પાસેથી વિવાદિત જગ્યા મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટ આજે વિવાદિત જગ્યાનો સર્વે કમિશનર મારફતે કરાવવાની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેંચનો નિર્ણય બપોરે 2:00 વાગ્યે આવશે.

અલાહાબાદ હાઈ કોર્ટ અયોધ્યા અને જ્ઞાનવાપીના આધાર પર મથુરા વિવાદ સાથે સંબંધિત 18 અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે. ોંધનીય છે કે જ્ઞાનવાપી કેસમાં પણ કમિશનરે જ્ઞાનવાપી પરિસરની તપાસના આદેશ આપ્યા બાદ જ એક્ટિવ કોર્ટ પ્રક્રિયા શરૂ થઈ હતી. જો કમિશનર સર્વે હાથ ધરવાની તરફેણમાં નિર્ણય કરશે તો મથુરાના આ વિવાદિત કેસને વેગ મળી શકે છે.


જસ્ટિસ મયંક કુમાર જૈને અગાઉ 16 નવેમ્બરે સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય સાત લોકો દ્વારા કરવામાં આવી છે. આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ આજના સમયમાં મસ્જિદની નીચે દબાવી દેવામાં આવ્યું છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એ એક હિન્દુ મંદિર છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા પ્રમાણે મસ્જિદમાં કમળના આકારનો સ્તંભ છે, જે હિંદુ મંદિરોની લાક્ષણિકતા છે અને ભગવાન કૃષ્ણના જન્મની રાત્રે પ્રગટ થયેલા હિંદુ દેવતાઓમાં શેષનાગની પણ વાત આવે છે અને પ્રતિકૃતિ પણ અહી છે. અને તે પણ હિન્દુ મંદિર હોવા તરફ ઈશારો કરે છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદના સ્તંભોના પાયામાં હિંદુ ધાર્મિક ચિન્હો છે અને તે કોતરણીમાં સ્પષ્ટપણે દેખાય છે.


અરજદારોએ વિનંતી કરવામાં આવી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં સર્વેક્ષણ પછી તેનો અહેવાલ સુપરત કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે કમિશનની રચના કરવામાં આવે. તેમજ આ સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ વિનંતી કરવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં અલાહાબાદ હાઈ કોર્ટે મથુરા કોર્ટમાં પેન્ડિંગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?