ગર્વથી કહું છું હું મુસ્લિમ છું, જ્યારે ઇબાદત કરવી હશે ત્યારે કરીશ, કોણ રોકશે: મોહમ્મદ શમી
નવી દિલ્હી: આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલર મોહમ્મદ શમી તોફાની રમત રમ્યો હતો. શમી શરુઆતની ચાર મેચ રમી નહતાં શક્યા. ત્યાર બાદ મોકો મળતાં જ તેમણ ટુર્નામેન્ટની બાકીની 7 મેચોમાં કહર મચાવી દીધો હતો.
આ સમય દરમીયાન શમીએ 5.26ના રનરેટથી સૌથી વધુ વિકેટ લીધી હતી. હાલમાં જ શમીનો એક વિડીયો ખૂબ વાઇરલ થયો હતો આ વિડીયોને લઇને પાકિસ્તાની લોકોએ શમી ભારતીયોથી ગભારાય છે અને એટલે સજદા ના કરી શક્યો એવી ટીકા કરી હતી. જેની સામે હવે શમીએ દીલખોલીને જવાબ આપ્યો છે. શમીએ કહ્યું હતું કે હું ગર્વથી કહું છું કે હું મુસલમાન છુ, મને જ્યારે ઇબાદત કરવી હશે ત્યારે કરીશ અને મને કોઇ રોકતું નથી અને રોકશે પણ નહીં.
શ્રીલંકા સામેની એક મેચમાં શમી એકદમ છવાઇ ગયો હતો. આ મેચનો એકત વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં શમી પાંચ વિકેટ લીધા બાદ જમીન પર ઝૂક્યો હતો. ત્યારે પાકિસ્તાની લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, શમી ઇન્ડિયન મુસ્લિમ છે. એ સજદા કરવા માંગે છે. પણ એકદમ ડરી ગયો છે. અને ભારતમાં ગભરાઇને એ સજદા કરી ન શક્યો.
આ તમામ વાતોનો જવાબ આપતાં શમીએ કહ્યું કે, હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું. મારે જ્યાં ઇબાદત કરવી હશે ત્યાં કરીશ, કોણ રોકશે. શમી બુધવારે એખ મીડિયા હાઉસના કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કાર્યક્રમમાં શમીએ આ પ્રશ્નોના જવાબ આપતાં શમીએ પાકિસ્તાનને ચુગલખોર પણ કહ્યા હતાં.
શમીએ કહ્યું કે, યાર કોઇ પણ વ્યક્તી સજદા કરવા માંગે તો એને કોણ રોકશે. મારે કરવું હશે તો કરી લઇશ. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું. હું ઇન્ડિયન છું તો ગર્વથી કહું છું કે હું ઇન્ડિયન છું. એમાં શું વાંધો છે. જો મને કોઇ તકલીફ હોય તો ભાઇ મારે ઇન્ડિયામાં રહેવું જ ન જોઇએ. જો મારે સજદા કરવા માટે કોઇની પરવાનગી લેવી પડતી હોય તો હું આવી જગ્યાએ શું કામ રહું.
સ્ટાર સ્પેસર શમીએ કહ્યું કે, મેં પણ ઇન્સ્ટાગ્રામ પર એ બધુ જોયું છે કે હું સજદા કરવા માંગતો હતો પણ ન કરી શક્યો. અરે ભાઇ તો શું મેં પહેલાં ક્યારેય આવું કર્યું છે? પાંચ વિકેટ તો મેં પહેલાં પણ લીધી હતી. ત્યારે તો મેં સજદા નહતું કર્યું. પણ જ્યારે મારે સજદા કરવું હશે ત્યારે તમે જ મને કહો ક્યાં કરું. હું ઇન્ડિયાના દરેક મંચ પર કરીશ. અને મને કોઇ પ્રશ્ન કરીને બતાવે. આ લોકો માત્ર હેરાન કરે છે. તેમને કોઇની સાથે લાગણી નથી.
શમીએ પોતાનો મુદ્દો રજૂ કરતાં કહ્યું કે, એ છઠ્ઠી ઓવર હતી અને ત્રણ વિકેટ તો ઓલરેડી પડી ગઇ હતી. અહીંથી મારા મગજમાં હતું કે, આગળની ત્રણ-ચાર ઓવરમાં 5 વિકેટ લઇ લઉં. ત્યારે હું ફૂર એફર્ટ કરી રહ્યો હતો. હું મારી ક્ષમતાના 200 ટકા વધુ આપી રહ્યો હતો. અને હું થાકી ગયો હતો. જ્યારે મેં પાંચ વિકેટ લીધી ત્યારે હું ધૂંટણીએ બેસી ગયો. લોકોએ એના મીમ્સ બનાવી દીધા. લોકો એટલાં ફ્રી છે કે એમની પાસે કોઇ કામ નથી.