નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે બપોરે સંસદની સુરક્ષા વ્યવસ્થા તોડીને લોકસભાના ગૃહમાં ધુમાડો ફેલાવનાર કરનાર સાગર શર્માના સંબંધી વિકી શર્માની દિલ્હી પોલીસ પૂછપરછ કરી રહી છે, તેનું કનેક્શન લંડન સાથે છે. વિકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેના માલિક લંડનમાં રહે છે. વિકીના રૂમમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળી આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મકાનમાલિક વિકીના ખાતામાં પૈસા પણ જમા કરાવે છે. મકાનમાલિક પાસેથી મળેલા પૈસા વિકીની આવકનો સ્ત્રોત છે. પોલીસ તેના વધુ સંબંધોની તપાસમાં વ્યસ્ત છે. પડોશીઓના જણાવ્યા અનુસાર, આ ઘરમાં વૃધા રહેતી હતી, જેમણે વિક્કીને દત્તક લીધો હતો. બિલ્ડિંગના માલિક લગભગ વીસ વર્ષ પહેલાં લંડન ચાલ્યા ગયા હતા. હવે વિકી તેની પત્ની અને 15 વર્ષની પુત્રી સાથે અહીં રહે છે. વિકીએ ગાર્મેન્ટ્સ એક્સપોર્ટનું કામ કરતો હતો, પરંતુ હવે માત્ર લંડનથી આવતા પૈસાથી જ તેનો ખર્ચ થાય છે.
વિકીના ઘરમાંથી સંસદમાં હોબાળો કરનારાઓની બેગ મળી આવી હતી. આરોપીઓ તેમની બેગ ત્યાં મૂકીને ગયા હતા. મંગળવારે રાત્રે સાગર શર્માને ઓળખતી તેની પુત્રી સહિત પાંચ લોકો ત્યાં રોકાયા હતા. રૂમમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળી આવ્યા હતા.