સ્પેશિયલ ફિચર્સ

મકર સંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે? તેનો જાણો શુભ સમય

મકરસંક્રાંતિ 2024: ભારતમાં દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતીયો પોતાની પરંપરા પ્રમાણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવવા હોય છે. મકર સંક્રાંતિને ઉતરાયણના નામ થી પણ જાણીએ છીએ. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે.

આ દિવસ આદિત્ય એટલે કે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ મનાય છે અને એટલે જ આ દિવસે ભક્તો નદીઓમાં સ્નાન કરવા જાય છે. તેજ રીતે આજના દિવસે દાનનું પણ આગવું મહત્વ છે. ઉતરાયણના દિવસે લોકો ગાય ને બાફેલા ઘઉં અને ગોળ ખવડાવે છે. તેમજ
ભગવાનની પૂજા કરે છે. ઉતરાયણના દિવસે લખો લોકો પતંગ ચગાવીને પણ ઉતરાયણ ઉજવે છે.


વર્ષોથી આપણે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવતા આવ્યાં છીએ પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:43ના સમયે સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમજ પૂજા માટેનો શુભ સમય સવારે 7:15 થી સાંજના 5:46 સુધીનો રહેશે. મહા પુણ્યકાળ સવારે 7:15 થી સાંજે નવ વાગ્યા સુધીનો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button