શેર બજાર

લાર્સન અને રિલાયન્સની આગેવાનીએ છેલ્લી ઘડીમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના ફુગાવાની ઊંચી સપાટીને જોતા અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત અગાઉની સાવચેતી વચ્ચે પ્રારંભથી જ વેચવાલીના દબાણ બાદ અંતિમ તબક્કે લાર્સન અને રિલાયન્સની આગેવાની હેઠળ લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નીચી સપાટીથી પાછાં ફર્યા હતા અને પોઝિટીવ ઝોનમાં સ્થિર થયાં હતાં.

સેન્સેક્સ સત્રને અંતે ૩૩.૫૭ પોઇન્ટ અથવા તો ૦૦.૫ ટકાના સુધારો સાથે ૬૯,૫૮૪.૬૦ પોઇન્ટની અને નિફટી ૧૯.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૧૦ ટકાના સુધારા સાથે ૨૦,૯૨૬.૩૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૫૦.૪૭ પોઇન્ટ અથવા તો ૦.૬૪ ટકા ગબડીને ૬૯,૧૦૦.૫૬ પોઇન્ટની સપાટીને અથડાયો હતો.

એનટીપીસી સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા મુખ્ય શેરોમાં પાવરગ્રીડ કોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, સમ ફાર્મા, સ્ટેટ બેન્ક, ટાઇટન અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. જ્યારે ટોપ લૂઝર્સમાં ટાટા ક્ધસ્લટન્સી સર્વિસિસ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ હતો.

જોકે, મૂડીબજારમાં ભરણાંઓની ભરમાર ચાલુ રહી છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનું ભરણું પહેલા એક કલાકમાં જ પૂર્ણ છલકાઇ ગયું હતું અને પહેલા જ દિવસે ૧૦ લાખથી વધુ અરજી મળી હતી. જ્યારે સુરજ એસ્ટેટ ડેવલપર્સમાં સબસ્ક્રિપ્શનની તારીખ ૧૮ ડિસેમ્બરે ખૂલશે. આ સપ્તાહે મૂડીબજારમાં એસએમઈ સહિત આઠ કંપનીના આઇપીઓ આવી રહ્યાંં છે. જાપાનીઝ સ્પોર્ટ વેર બ્રાન્ડ એએસઆઇસીએસ દ્વારા ટાટા મુંબઇ મેરેથોન, ૨૦૨૪ માટે લિમિટેડ એડિશન મર્ચન્ડઆઇઝ રજૂ કરવામાં આવી હતી. આ વર્લ્ડ એથલેટ્કિસ ગોલ્ડ લેબલ રોડ રેસ ૨૧મી જાન્યુઆરીએ યોજાશે. પાર્ક હોટસ અને મેડિ આસિસ્ટને આઇપીઓ માટે સેબીની મંજૂરી મળી ગઇ છે.

એશિયામાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ સ્ટેક એક્સચેન્જ નીચી સપાટીએ ગબડ્યા હતા, જ્યારે ટોકિયો શેરબજાર પોઝિટીવ ઝોનમાં સ્થિર થયું હતું. યુરોપના મોટાભાગના શેરબજાર ખૂલતા સત્રમાં સુધારા પર હતા. અમેરિકાના શેરબજારોમાં પાછલા સત્ર, મંગળવારે સુધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૭૬.૬૮ કરોડની લેવાલી નોંધાવી હતી.

બજારના સાધનો અનુસાર અમેરિકામાં ઇન્ફ્લેશનનો દર ઊંચો રહેતા ફેજરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવાનું વધુ એક ક્વાર્ટર પાછળ ટાળી શકે એવી અટકળોએ સેન્ટિમેન્ટને ઠેસ પહોંચાડી હતી. સ્થાનિક સ્તરે પણ ખાદ્યપદાર્થોના ભાવ વધારાને કારણે નવેમ્બર મહિનાનો ફુગાવો ૫.૫ ટકાની ત્રણ મહિના ઊંચી સપાટીે પહોંચ્યો છે. જોકે, તે રિઝર્વ બેન્કે નક્કી કરેલા છ ટકાના કર્મ્ફ્ટ ઝોનની અંદર છે.

સેન્સેક્સની ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી રહી હતી. માર્કેટ કેપ રૂ.૩૫૧.૨૦ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૩ ટકા, બીએસઈ બીએસઈ મીડ કેપ ૧.૦૬ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૭૩ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૮ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૧૬ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૩૧ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૫૩ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૮૫ ટકા, એફએમસીજી ૦.૬૮ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૧૬ ટકા, હેલ્થકેર ૧.૦૫ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૧.૦૦ ટકા, યુટિલિટીઝ ૧.૩૩ ટકા, ઓટો ૧.૧૭ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૨૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૫ ટકા, મેટલ ૦.૬૨ ટકા, પાવર ૧.૨૫ ટકા, રિયલ્ટી ૧.૪૫ ટકા અને સર્વિસીસ ૧.૫૦ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૦.૧૮ ટકા, આઈટી ૧.૧૨ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૦૩ ટકા, બેન્કેક્સ ૦.૦૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૨૬ ટકા અને ટેક ૧.૦૬ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં એનટીપીસી ૩.૬૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૭૦ ટકા અને સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૪ ટકા વધ્યા હતા, જ્યારે ટીસીએસ ૨.૧૩ ટકા, ઈન્ફોસિસ ૧.૮૪ ટકા, એક્સિસ બેન્ક ૧.૪૨ ટકા, બજાજ ફિનસર્વ ૧.૨૯ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૫ ટકા ઘટ્યા ઉહતા. બધા ગ્રુપની કુલ ૧૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓને ઉપલી અને ૪ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button