કામણગારી કલમકારી..
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
સહજ જિજ્ઞાસા થાય કે આ કલમકારી એટલે શું?
કલમ એટલે પેન એટલે પેનથી જે કારીગીરી કરવામાં આવે એ કલમકારી તરીકે ઓળખાય છે.
કલમકારીમાં ફેબ્રિક પર કરવામાં આવતી પ્રિન્ટ હાથેથી કરવામાં આવે છે.આવી પ્રિન્ટ માટે આંધ્ર પ્રદેશ જાણીતું છે. કલમકારી પ્રિન્ટની ખાસિયત એ છે કે આ પ્રિન્ટમાં અલગ અલગ મોટિફ હોય છે. મોટિફ એટલે કેઅલગ અલગ પ્રકારનાં દ્રશ્યો. આવાં દૃશ્યો દ્વારા કોઈ એક કથાના પ્રસંગો હોય છે.. ખાસ કરીને, રામાયણ-મહાભારતનાં પ્રસંગ-ચિત્રો હોય છે.
આ કળા મોટેભાગે કોટન ફેબ્રિક પર કરવામાં આવે છે.કોટન ફેબ્રિક પર બ્લોક પ્રિન્ટ અથવા હેન્ડ પ્રિન્ટ કરવામાં આવે છે. જેમને ફેશનની આગવી સૂઝ હોય તેને તરત જ ખબર પડે-ખ્યાલ આવી જાય કે આ સ્ત્રીએ કલમકારી પ્રિન્ટ પેહરી છે.
કલમકારી પ્રિન્ટને ઘણી રીતે પહેરી શકાય, જેમકે એ પ્રિન્ટનો કુર્તો,બોટમ,દુપટ્ટો કે સાડી, ઈત્યાદિ ….કલમકારી ફેબ્રિકમાંથી શું બનાવવું અને તે કંઈ રીતે પહેરવું એ તમારી પર્સનલ ચોઈસ-અંગત પસંદગી પર આધારિત છે.
દુપટ્ટા :
કલમકારીના દુપટ્ટા પ્લેન ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. આવા દુપટ્ટા સાવ સિમ્પલ હોવા છતાં બડા આકર્ષક હોય છે . એમ કહી શકાય કે દુપટ્ટાની સુંદરતા દુપટ્ટાની પ્રિન્ટથી ખીલી ઊઠે છે.
બ્લેક કલરનો ડ્રેસ હોય અને તેની સાથે મરૂન કલરનો કલમકારી દુપટ્ટો એક આગવી ઓળખ ઊભી કરે અથવા તો ઓફ વાઈટ ડ્રેસ સાથે બ્લેક કલરનો કલમકારી દુપટ્ટો એટલે વાહ..!
કોઈ પણ કલરના પ્લેન ડ્રેસ સાથે કલમકારી દુપટ્ટો પહેરવામાં આવે ત્યારે ડ્રેસ પર કોઈ એમ્બ્રોઇડરી કે બોર્ડર ન હોય તો પણ ચાલે, કારણ કે આખો લુક દુપટ્ટાનો છે. આ લુક સાથે તમે તમારી વય અનુરૂપ જ્વેલરી પસંદ કરી શકો, જેમકે જો તમે યન્ગ-યુવા હો તો ઝુમખા પહેરી શકાય અને તેની સાથે હવામાં લહેરાતાં ખુલ્લા વાળ અને પગમાં હિલ્સ તમને એક સર્વાંગી સુંદર લુક- દેખાવ આપશે.જો તમે ૩૨-૩૫ કે એથી વધુ વય ધરાવતા- મીડ એજમાં હો તો પર્લ અને ડાયમન્ડના ટોપ્સ તમને એક ડિગનીફાઈડ- ગરિમાપૂર્ણ લુક આપશે. આ લુક સાથે કોલ્હાપુરી ચપ્પલ એટલે બસ્સ!
કુર્તા :
કલમકારી ફેબ્રિકમાંથી કુર્તા બનાવવા માટે માત્ર સ્ટાઈલિંગનની જરૂર હોય છે. કલમકારી ફેબ્રિક જ એટલું સુંદર હોય છે કે તેમાં વધારે કઈ કરવાની જરૂર નથી પડતી અને એમાંય જે સ્ત્રીને ફેશનની સૂઝ હોય અને એમને જો મિક્સ એન્ડ મેચ કરી કુર્તા બનાવવા હોય તો કલમકારી જેવું બીજું કોઈ ઉત્તમ ફેબ્રિક નથી.. આ ફેબ્રિકમાંથી સાદા કુર્તા બનાવવા હોય તો ચાઈનીઝ કોલર એટલે કે બંધ ગાળાના કુર્તા સારા લાગી શકે. કલીદાર અથવા એ- લાઈન કુર્તા પ્લાઝો અથવા કોન્ટ્રાસ્ટ કલરના પેન્ટ સાથે પહેરી શકાય. જો કૈક અલગ પહેરવું હોય તો કલમકારી ફેબ્રિક સાથે કોન્ટ્રાસ્ટ કલરનું પ્લેન ફેબ્રિક લેવું અને પ્રિન્સેસ કટમાં ડ્રેસ બનાવવો.પ્રિન્સેસ કટમાં કલમકારી ફેબ્રિક સેન્ટરમાં રાખવું કે સાઈડની કલીમાં વાપરવું તે તમારી અંગત પસંદગી પર આધાર રાખે છે. આ ફેબ્રિકમાંથી કેડિયા સ્ટાઇલ કુર્તા પણ સારા લાગે છે. આ કુર્તાને ગોલ્ડન અથવા સિલ્વર પાઇપિન આપી હાઈલાઈટ કરી શકાય. આવા કુર્તા ખૂબ જ અને કમ્ફર્ટેબલ-આરામદાહી લુક આપે છે અને હાં, એક વાત જરૂર યાદ રાખજો કે કલમકારી કુર્તા હંમેશાં કોન્ટ્રાસ્ટ-વિરોધાભાસી રંગના બોટમ સાથે પહેરવા. આ કુર્તા સાથે પગમાં કોલ્હાપુરી ચપ્પલ વધારે સારા લાગશે.
સાડી:
તમારી આગવી ઓળખ ઊભી કરવી હોય તો કલમકારી સાડી પહેરી શકાય. આવી સાડીના કલર કોમ્બિનેશન ખૂબ જ સુંદર હોય છે અને એવી સાડી બધીજ વયની સ્ત્રી પહેરી શકે છે. યન્ગ યુવતી જો કલમકારી સાડી પહેરવા માગતી હોય તો એની સાથે કોન્ટ્રાસ્ટ કલરનું સ્લીવલેસ બ્લાઉઝ પહેરી એક સ્માર્ટ લુક આપી શકાય. આવા લુક કોર્પોરેટ કમ્પનીમાં કામ કરતી યુવતીને દીપી ઊઠે છે. જો તમે મીડ એજમાં હોય તો કલમકારી સાડી સાથે કલોઝ નેકનું એલ્બો સ્લીવનું બ્લાઉઝ પહેરી શકાય. કલમકારી સાડી સાથે બ્લાઉઝનું સિલેક્શન એક ચીવટ માગી લે છે, જેમકે કલમકારી એ એક પ્રિન્ટેડ ફેબ્રિક છે એટલે તેની સાથે પ્લેન બ્લાઉઝ પહેરી શકાય અથવા તો સેલ્ફ ટુ સેલ્ફ ડિઝાઇનવાળા ફેબ્રિકનું બ્લાઉઝ પહેરી શકાય. જો કલમકારી સાડી બ્લ્યુ પ્રિન્ટમાં હોય અને તેની સાથે પ્લેન બ્લ્યુ કલરનું બ્લાઉઝ પહેરીએ તો એક સટલ લુક આવે છે. જો કોઈ પણ કલરની કલમકારી સાથે ઑફ વાઈટ કલરનું બ્લાઉઝ પહેરવામાં આવે તો કંઈક અલગ લુક આવે છે. કલમકારી સાડી સાથે ફૂલ સ્લીવ્સનું બ્લાઉઝ પણ પહેરી શકાય. તમારી આયુ મુજબ તમે કલમકારી સાડી સાથે બ્લાઉઝની સ્ટાઈલની પસંદગી કરી શકો.
પ્રિન્ટેડ શર્ટ્સ?
યસ , તમે બરાબર વાંચ્યું પ્રિન્ટેડ શર્ટ્સ એન્ડ થેટ ટુ ફોર મેન્સ.
પેહલા જયારે કપડાં સીવડાવવા હોય ત્યારે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ ફેબ્રિકમાંથી સિલેક્શન કરવામાં આવતું .સ્ત્રીઓની એક ટિપિકલ પ્રિન્ટ હોય અને પુરુષો માંટે ચેક્સ,સ્ટ્રાઈપ અને પ્લેન સિવાય બીજું કોઈ ઓપશન નોહતું. હવે ફેશનની દોડમાં પુરુષો પણ પાછળ નથી પડતા.
કોટન મલ કે રેયોન ફેબ્રિકમાંથી સ્ત્રીઓ માટે વન પીસ ,પેન્ટ કે કુર્તિઓ બને છે તેમાંથી હવે પુરુષો માટે શર્ટ બનાવવામાં આવે છે.આ શર્ટની હેમ લાઈન એપ્પલ કટ હોય છે અને સ્લીવ્સ શોર્ટ હોય છે.મોટે ભાગે બ્રાઇટ પ્રિન્ટમાંથી શર્ટ્સ બનાવવામાં આવે છે જેથી કરી શર્ટ્સ અટ્રેક્ટિવ લાગે.પ્રિન્ટેડ શર્ટ્સ ખાસ કરીને યન્ગ જનરેશન પહેરવાનું વધારે પ્રિફર કરે છે.તો કોર્પોરેટ કમ્પનીમાં કામ કરતા ફ્રાયડે કે સેટરડે પ્રિન્ટેડ શર્ટ્સ પેહરી એક કેઝ્યુઅલ લુક આપે છે.પ્રિન્ટેડ શર્ટ્સ ખુબ જ સિમ્પલ હોય છે,પ્રિન્ટના હિસાબે જ શર્ટ્સ નીખરીને આવે છે.આ પ્રિન્ટ્સ એટલી સુંદર હોય છે કે ડેનિમ,કોટન પેન્ટ્સ કે શોર્ટ્સ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય. કોટન પ્રિન્ટેડ શર્ટ્સમાં પણ વેરાઈટી આવે છે, પ્રિન્ટ અને ફેબ્રિક વાઇસ.એક ફેબ્રિક જે કોટન મલ કે રેયોન ફેબ્રિકમાં હોય અને બીજું કોટન અથવા કોટન ખાદીમાં હોય.બન્ને ફેબ્રિકના કોટનના જ ઓપશન હોવા છતાં અલગ અલગ લુક આવે છે
ડેનિમ – ડેનિમ સાથે પ્રિન્ટેડ શર્ટ્સ ખુબ જ સરસ લાગે છે.પ્રિન્ટેડ શિર્ટ્સ મોટે ભાગે બ્રાઇટ પ્રિન્ટમાં હોય છે તેથી કરી બ્લુ કલરના ડેનિમ સાથે પ્રિન્ટેડ શિર્ટ્સ સારા લાગે છે.પ્રિન્ટની પસંદગી પોતાની ઉંમર અને બોડી ટાઈપ પ્રમાણે કરી શકાય.ડાર્ક બ્લુ કલરનું ડેનિમ હોય તો તેની સાથે એની શેડ્સ ઓફ યેલ્લો,પેરેટ ગ્રીન કે ઓરેન્જ કલરની પ્રિન્ટ પસંદ કરી શકાય.લાઈટ બ્લુ કલરનું ડેનિમ હોય તો ડાર્ક કલર જેવા કે ડાર્ક બ્લુફેમિલી ઓફ પિન્ક કે બ્લેક બેસ પર પ્રિન્ટ હોય તેવા શર્ટ સારા લાગી શકે.બ્લેક ડેનિમ સાથે બેજ કલરનું પ્રિન્ટેડ શર્ટ એક અલગ જ લુક આપશે.ડેનિમ સાથે પ્રિન્ટેડ શર્ટ પહેર્યું હોય ત્યારે પગમાં લોફર્સ અથવા કેનવાસ શૂઝ પેહરી એક કમ્પ્લીટ લુક આપી શકાય.
શોર્ટ્સ – શોર્ટ્સ સાથે જયારે પ્રિન્ટેડ શર્ટ્સ પહેરવામાં આવે છે ત્યારે તેને કેઝ્યુઅલ લુક કેહવાય અથવા તો હોલીડે લુક પણ કહી શકાય.કોટનની કની લેન્થ શોર્ટ્સ સાથે પ્રિન્ટેડ શોર્ટ્સ ખુબ જ સરસ લાગે છે.જો તમે હોલીડે પર પહેરવા માંગતા હોવ તો મોટા મોટિફ વાળી પ્રિન્ટ સારી લાગી શકે.મોટા મોટિફ એટલે કે,બ્રોડ અને મોટી ડિઝાઇન.જો શોર્ટ્સ પહેરીને તમે ગોવા બીચ પર જ પાર્ટી કરવાના હોવ તો કોટન શોર્ટ્સ સાથે બોલ્ડ સ્ટ્રાઈપ સારી લાગી શકે .આ સ્ટાઇપ ૧” થી ૧.૨૫” ની હોય છે.અને તે ૩ કલર કોમ્બિનેશનમાં હોય છે.ખુબ જ સ્માર્ટ લુક આપે છે .તમારા શોર્ટ્સના કલરને અનુરૂપ તમે સ્ટ્રાઈપવાળા શર્ટ્સની પસંદગી કરી શકો.
કોટન પેન્ટ્સ – કોટન પેન્ટ્સ સાથે પ્રિન્ટેડ શર્ટ્સ એક કેઝ્યુઅલ લુક આપે છે.કોટન પેન્ટ સાથે જયારે તમે પ્રિન્ટેડ શર્ટ્સ પહેરો ત્યારે પ્યોર કોટન અથવા કોટન ખાદી વાળા પ્રિન્ટેડ શર્ટ્સની પસંદગી કરવી. કોટન પેન્ટ સાથે પ્રિન્ટેડ કોટન શર્ટ્સ પહેરવામાં આવે ત્યારે પ્રિન્ટેડ શર્ટ્સની પસંદગી કાળજી પૂર્વક કરવી.પ્રિન્ટેડ શર્ટ્સની ડિઝાઇન ખુબ જ સટલ હોવી જોઈએ.કોટન પેન્ટ સાથે એક પર્ટિક્યુલર પ્રિન્ટની ડિઝાઇન સારી લાગે છે, જેમકે નાના કે મીડીયમ સાઈઝના બુટ્ટા.લાઈટ બ્લુ શર્ટ્સ પર ડાર્ક બ્લુ અને રેડ કલરના કોમ્બિનેશન સાથે બુટ્ટા. કે બેજ કલરના શર્ટ સાથે મરૂન અને બ્લેક કલરના કોમ્બિનેશન વાળી ડિઝાઇન સિલેક્ટ કરવી.આ લુક તમે ફેમિલી સાથે આઉટિંગમાં કે કોફી પર પેહરી શકો.આ લુક સાથે લોફર્સ તો સારા લાગશે જ પરંતુ સરસ પેટર્ન વાળા લેધરના ચપ્પલ પણ પેહરી શકાય.
- તમારી ઉંમર અને બોડી પ્રમાણે પ્રિન્ટેડ શર્ટની પસંદગી કરવી.
- જો તમારું શરીર વધારે હેવી હોય તો ડેલિકેટ પ્રિન્ટની પસંદગી કરવી.
- જો તમારું ફિઝિક એકદમ ફિટ હોય તો તમે સ્લિમ ફિટ પ્રિન્ટેડ શર્ટ પણ પેહરી શકો.
- પ્રિન્ટેડ શર્ટમાં પણ ડિઝાઇનમાં ઘણી વેરાઈટી આવે છે જગ્યા અને ઇવેન્ટને અનુરૂપ પ્રિન્ટની પસંદગી કરવી.