આપણું ગુજરાત

સુરતમાં છ બાળક સહિત ૧૧ લોકો ભેદી દુર્ગંધથી ગૂંગળાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેરના ડુમ્મસ રોડ પર ખુલ્લામાં ઊંઘતા છ બાળક સહિત ૧૧ને ગૅસ ગૂંગળામણ થતા સિવિલમાં ખસેડાયા હતા. તેમજ બ્લાસ્ટ થયા બાદ એસિડ જેવી દુર્ગંધ આવવાની શરૂ થઈ હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલ નજીક ખુલ્લામાં ઊંઘતા છ બાળકો સહિત ૧૧ જણાને ગૅસ ગૂગળામણ થતા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુરુ ગોપાલ આશકે (ઉં.વ.૧૯), રીતેશ બલ્લુ ભીલ (ઉં.વ૨૭), રીતા રીનેશ વાસકે (ઉં.વ.૨૪), રાજ રીનેશ વાસકે (ઉં.વ. ૨), રાધિકા દિનેશ (ઉં.વ.૧૨), અંશી રીનેશ વાસકે (ઉં.વ. એક માસ), પ્રિયંકા રીનેશ વાસકે (ઉં. વ.૪), પલ્લવી રીનેશ વાસકે (ઉં.વ.૩), વિષ્ણાદેવી અજય કોરાદી (ઉ.વ.ત્રણ માસ), રેશ્મા બાબર (ઉં..વ.૧૭) અને રોહિત હરજી (ઉં.વ.૨૧) સહિત ૧૧ રાહદારીનો સમાવેશ થાય છે. શહેરમાં બુધવારે સવારે ૬.૨૬ વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કોલ આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પીડિતોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ફાયરે જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન તેઓ ખુલ્લામાં સૂતેલા હતા તે દરમિયાન એક બ્લાસ્ટ થયો હતો અને એસિડ જેવી દુર્ગંધ આવવા માંડી હતી અને તેમને ગૂંગળામણ થવા સાથે ઊલટીઓ થવા માંડી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તે સમયે પણ દુર્ગંધ આવી રહી હતી, પરંતુ ઘટના બની હતી તે વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત