નેશનલ

સંસદના ઈતિહાસમાં વધુ એક કાળો દિવસ

બે હુમલા: પાંચની ધરપકડ

નવી દિલ્હી: સંસદ પર ૨૦૦૧માં થયેલા હુમલાના વાર્ષિક દિને સંસદ પર હુમલાની બે ઘટના બની હતી અને તેનાં સંદર્ભે પાંચની ધરપકડ કરાઈ હતી. પહેલો હુમલો લોકસભાની પબ્લિક ગેલરીમાંથી બે જણે કર્યો હતો અને બીજો હુમલો સંસદની બહારથી કરાયો હતો. સંસદ પરના હુમલાખોરોમાંના બે જણ મહારાષ્ટ્રના હતા. સંસદગૃહની બહાર પરિસરમાં પીળા અને લાલ ધુમાડો ફોલાયો હતો.

પહેલા હુમલામાં બે હુમલાખોર પબ્લિક ગેલરીમાંથી કૂદીને લોકસભાની ચેમ્બરમાં દાખલ થયા હતા અને એક ડબ્બો ખોલ્યો હતો જેમાંથી પીળા રંગનો ધુમાડો નીકળ્યો હતો જેને કારણે પ્રધાનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે ગૃહની કાર્યવાહી રોકી દેવામાં આવી હતી.

બંને ઘૂસણખોર બુધવારે બપોરે એક વાગે (શૂન્યકાળ ચાલી રહ્યો હતો ત્યારે) ચાર નંબરની ગેલરીમાંથી કૂદીને અંદર દાખલ થયા હતા. ઘૂસણખોરોએ રંગીન ધુમાડો કાઢતા ડબ્બા તેમનાં બૂટમાં સંતાડી રાખ્યા હોવાનું જેડી (યુ)ના સભ્ય રામપ્રીત મંડલે કહ્યું હતું.

સંસદ પરના હુમલામાં સંડોવાયેલી પાંચમી વ્યક્તિની ગુરુગ્રામમાંથી ધરપકડ કરાઈ હતી.

આ ખરેખર ગંભીર ક્ષણ હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જો આ લોકો પાસે બૉમ્બ હોત તો શું થાત?

લગભગ એ જ સમયે સંસદની બહાર પણ રંગીન ધુમાડા કાઢતા ડબ્બા સાથે વિરોધપ્રદર્શન કરી રહેલી મહિલા સહિત બે જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે ક્હ્યું હતું.

‘તાનાશાહી નહિ ચલેગી’, ‘ભારત માતા કી જય’ અને ‘જય ભીમ, જય ભારત’ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મારું નામ નીલમ છે એમ જણાવતાં તેણે કહ્યું હતું કે અધિકાર માટે અમે અમારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ભારત સરકાર અમને દબાવી દેવાનો પ્રયાસ કરે છે. અમારી સાથે મારપીટ કરીને અમને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. અમે કોઈ સંગઠન સાથે જોડાયેલા નથી એમ જણાવતાં ધરપકડ કરાયેલી મહિલાએ કહ્યું હતું કે અમે વિદ્યાર્થી છીએ. અમારા માતાપિતા શ્રમિકો, ખેડૂતો તેમ જ નાના દુકાનદાર છે.

બે ઘૂસણખોરની સંસદની અંદરથી અને બે ઘૂસણખોરની સંસદની બહાર એમ કુલ ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા સંસદભવનની મુલાકાત લીધી હતી.

ઘટનાને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સંસદભવન કિલ્લામાં ફેરવાઈ ગયું હતું.

લોકસભાની ઘટનાનું વર્ણન કરતા લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે શૂન્યકાળ ચાલી રહ્યો હતો ત્યારે એક જણ લોકસભામાં બેઠકો તરફ ધસી ગયો હતો અને બીજો પબ્લિક ગેલેરીમાંથી અશ્રુવાયુ છોડી રહ્યો હતો.

લોકસભાના સભ્યો, ચોકીદારો અને કર્મચારીઓએ મળીને આ બંનેને તાબામાં લીધા હતા.

બંનેને તાબામાં લેતા અગાઉ સંસદસભ્યોએ તેમની સાથે મારપીટ પણ કરી હતી.

ઘટનાને પગલે લોકસભાની કાર્યવાહી એક કલાક માટે એટલે કે બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.

આને સુરક્ષામાં મોટું છીંડું લેખવામાં આવે છે કેમ કે બુધવારે વર્ષ ૨૦૦૧માં સંસદ પર કરવામાં આવેલા હુમલામાં જાન ગુમાવનારાંઓની વરસી હતી, એમ ચૌધરીએ કહ્યું હતું.

સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે બે યુવા વ્યક્તિ સંસદની ગેલેરીમાં ડબ્બામાંથી રંગીન ધુમાડો છોડી રહી હતી.

સાસંદો આ બંને વ્યક્તિને પકડવા ધસી ગયા હતા. એક વ્યક્તિ સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ ઘટનાએ નવા સંસદભવનની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે.

સંસદની બહાર ધરપકડ કરાયેલ બે વ્યક્તિને નીલમ (૪૨) અને અમોલ શિંદે (૨૫) તરીકે ઓળખી કાઢવામાં આવી હતી એમ જણાવી અધિકારીઓએ કહ્યું હતું કે ઘટનાને મામલે તપાસ આરંભી દેવામાં આવી છે. ઘટનાને પગલે સંસદભવન તેમ જ તેની આસપાસના વિસ્તારની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથ લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદના આતંકવાદીઓએ સંસદભવન પર કરેલા હુમલામાં નવ જણનાં મોત થયાં હતાં.

અમેરિકાસ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પાનુને ૧૩ ડિસેમ્બર કે તે અગાઉ સંસદભવન પર હુમલો કરવાની ધમકી આપતો વીડિયો તાજેતરમાં જ બહાર પાડ્યો હતો.

ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે અમિત શાહે મોટી મોટી વાતો કરવાને બદલે આ મામલે તેમણે રાજીનામું આપવું જોઈએ. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો