આમચી મુંબઈ

વાણી સ્વાતંત્ર્ય – અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની પણ મર્યાદા હોય: હાઈ કોર્ટ

મુંબઈ: વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તર્કસંગત મર્યાદા બાંધવી જરૂરી છે અને જો એમ નહીં કરવામાં આવે તો એના બહુ માઠા પરિણામ ભોગવવા પડે એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. એક જ ન્યાયમૂર્તિ મિલિન્દ જાધવની ખંડપીઠે મંગળવારે વાહનના પાર્ટ્સનું ઉત્પાદન કરતી હિટાચી એસ્ટેમો ફાઈ નામની કંપનીના કર્મચારીની નોકરી સમાપ્તિને માન્ય રાખતી વખતે આ નિરીક્ષણ રજૂ કર્યું હતું. કંપની વિરુદ્ધ બે પોસ્ટ ફેસબુક પર મૂકવા બાદલ કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

હિટાચી કંપની વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવા બદલ કર્મચારીને કંપનીમાંથી પાણીચું આપવામાં આવેલા આદેશને રદ કરી એને ચાલુ રાખવાના લેબર કોર્ટના આદેશને કંપનીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ જાધવે જણાવ્યું હતું કે ફેસબુક પર મુકવામાં આવેલી એ પોસ્ટનો ઈશારો કંપની તરફ હતો અને એનો હેતુ ધિકકારનું વાતાવરણ ઊભું કરવાનો તેમજ ઉશ્કેરણી કરવાનો હતો. ‘આવી કોશિશ કરનાર લોકો અટકે એ માટે કડક વલણ અપનાવવું જરૂરી હોય છે’ એમ જણાવી આવી પ્રવૃત્તિ તો ઉગતી જ ડામી દેવી જોઈએ એમ ઉમેર્યું હતું. ખંડપીઠના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ‘વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની એક મર્યાદા બાંધવી જોઈએ.’ (પીટીઆઈ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button