નેશનલ

ભારત નવી કોરોના રસી બનાવશે જે સૌથી ખતરનાક વેરિયન્ટ સામે લડશે….

કોરોના વાઇરસના નામથી પણ જાણે શરીરમાં કંપારી આવી જાય છે. જ્યારે સૌપ્રથમ કોરોના આવ્યો અને તે સમયે જે રીતે એકદમ સ્વસ્થ લોકોને પણ કોરોના ભરખી ગયો તેના પછી તો લોકોમાં એ હદે ડર પ્રસરી ગયો હતો કે કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતા ડરતો હતો. રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા. ત્યારે આ પરિસ્થિતિમાંથી નીકળના માટે સરકારે યુદ્ધના ધોરણે વેક્સિન શોધવાનું કામ શરૂ કર્યું અને એકાદ વર્ષના સમયમાં તો સરકારે લોકો સુધી વેક્સિન પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ કોરોનાના વોરિયન્ટ બદલાતા રહ્યા આથી આ બદલાયેલા વેરિયન્ટને ડામવા માટે સરકારે ફરી એકવાર વેક્સિનમાં સંશોધન કરવાનું શરૂ કર્યું છે.

અત્યારના સમયમાં કોરોનાના અલગ-અલગ સ્વરૂપો માણસોને નિશાન બનાવે છે, ત્યારે કોરોનામાં આવેલા નવા વેરિયન્ટ ઓમિક્રોનના XBB.1.5 સંસ્કરણ સામે લડવા માટે Corbevaxનો ઉપયોગ કરી તેની વેક્સિન તૈયાર કરવામાં આવી છે. ભારતમાં તેનો ડોઝ લગભગ 1.5 કરોડ લોકોને આપવામાં આવ્યો છે. હવે આ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં પણ થશે.


આ રસી ડાયનાવેક્સ, બેલર કોલેજ ઓફ મેડિસિન અને કેલિફોર્નિયાના એમરીવિલે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ભારતમાં તેના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે પરવાનગી માંગવામાં આવી છે. જો પરવાનગી આપવામાં આવશે, તો તેનું ઉત્પાદન દેશમાં કરવામાં આવશે.


Covaxin એ ભારતની પોતાની રસી છે. Covaxin SARS Covid 2 સ્ટ્રેન સામે રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને જે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. તે એન્ટિબોડીઝ શરીરની અંદર કોરોના વાઇરસ સામે લડે છે.


કોવિન વેબસાઇટ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 22 કરોડ લોકોએ ત્રીજો ડોઝ પણ લીધો છે. જો આપણે Corbevax વિશે વાત કરીએ તો, 30 કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોને આ રસી આપવામાં આવી છે. ત્યારે સાત ડિસેમ્બરે સીડીઆરઆઈની બેઠકમાં ભારતમાં આ રસીના ઉત્પાદન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે નિષ્ણાત કાર્ય સમિતિએ ક્લિનિકલ ટ્રાયલ્સની ભલામણ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button