પાકિસ્તાનમાં ડેટિંગ એપની જાહેરાત થઈ વાઈરલ, લખ્યું હતું કે પિતરાઇ ભાઈને…

ઈસ્લામાબાદ: આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં ડેટિંગ એપ્સ દ્વારા યુવક-યુવતીઓ પોતાના માટે સાથીની પસંદગી કરતા હોય છે. જો કે આવી એપ્સથી ઘણીવાર છેતરાવાનું પણ થતું હોય છે. જો ફક્ત બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય તો તમે જાતે જ બ્રેકઅપ કરી શકો છો. પણ જો આવી કોઈ એપ્સ દ્વારા સાથી શોધીને લગ્ન કર્યા અને પછી તે પાત્ર સારું ના હોય તો છેતરાઇ જવા જેવી ફિંલિંગ્સ આવે છે. તો ચાલો આજે તમને ડેટિંગ એપ્સ સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ જણાવું જે આજકાલ સોશિયલ મિડીયા પર જોરદાર વાઇરલ થયા છે.
હાલમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એક ડેટિંગ એપની જાહેરાત વાઈરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તમારા પિતરાઈ ભાઈને છોડો, કોઈ બીજાને શોધો. અને આ સ્લોગનના કારણે આ જાહેરાત સેશિયલ મિડીયાનું સેન્શેસન બની ગઈ છે. લોકો બસ આ જાહેરાતની જ વાતો કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. કેટલાકે તો વળી રીપ્લાય પણ આપ્યા છે. કોઈએ લખ્યું કે પિતરાઈને કોણ ડેટ કરે છે? તો કોઈએ લખ્યું કે હવે લોકો માર્કેટિંગ માટે કંઈ પણ કરી રહ્યા છે.
ડેટિંગ એપની જાહેરાતની આ તસવીર એક્સ પર બે દિવસ પહેલા જ શેર કરવામાં આવી હતી. અને તેનું કેપ્શન હતું કે ભયંકર માર્કેટિંગ. પોસ્ટને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ જોઈ છે અને ત્રણ હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી છે. લોકો પોસ્ટ પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે મેં પહેલીવાર આવી જાહેરાત જોઈ છે. બીજાએ લખ્યું કે હવે લગ્નો ઓછા થઇ જશે. તો વળી ત્રીજાએ લખ્યું કે પિતરાઈ ભાઈને કોણ ડેટ કરે છે?
ઉલ્લેખનીય છે કે મુઝ એક મુસ્લિમ લગ્ન અને ડેટિંગ એપ છે, વિશ્વભરના મુસ્લિમોને જોડતી આ એપ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ એવો દાવો કરે છે કે અમે અન્ય ડેટિંગ એપ જેવા નથી. અમે મુસ્લિમોને તેમની ધાર્મિક માન્યતાઓને માન આપીને તેમના આદર્શ જીવનસાથી શોધવામાં મદદ કરીએ છીએ.