નેશનલ

દિલ્હીના અલીપુર ખાતે મૃત અવસ્થામાં દિપડો મળી આવ્યો: અકસ્માતની શંકા

અલીપુર: દિલ્હીના અલીપુરમાં નેશનલ હાઇવે 44 પર ખાટુશ્યામ મંદિર પાસેથી બુધવારે વહેલી સવારે એક દિપડો મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. દિલ્હીના સૈનિક ફાર્મ પાસે લોકોએ એક દિપડાને વારંવાર જોયો હતો એ ઘટનાના બીજા જ દિવસે આ ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે તેમને વહેલી સવારે 4 વાગે PCR કોલ આવ્યો હતો. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે એક દિપડો રોડની સાઇડમાં પડ્યો હતો. પ્રાથમીક તપાસમાં આ દિપડો અકસ્માતને કારણે મૃત્યુ પામ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. હાલમાં દિપડાનો મૃતદેહ કબજે કરી આ આંગેની જાણ વનવિભાગને કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2015માં દિલ્હીના ઉસ્માનાપુરમાં દિપડો દેખાયો હતો. ત્યાર બાદ કોઇએ દિપડાને જોયો નથી. પછી ડિસેમ્બર 2016માં નોર્થ દિલ્હીના યમુના બાયોડાયવર્સિટી પાર્કમાં ઘણીવાર દિપડો જોવા મળ્યો હતો. સ્થાનીકોની ફરિયાદને બાદ આખરે આ દિપડાને પકડીને સહારનપુરના શિવાલીક રેન્જમાં છોડવામાં આવ્યો હતો.


સૈનિકપાર્કમાં 2 ડિસેમ્બરના રોજ પહેલીવાર દિપડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ એ વારંવાર જોવા મળ્યો હતો. છેલ્લે 6 ડિસેમ્બરના રોજ લોકોએ આ દિપડાને જોયો હતો. પણ રસ્તા પર મૃત અવસ્થામાં મળી આવેલ દિપડો એ જ છે એવો ખૂલાસો થઇ શક્યો નથી. આ અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button