મહારાષ્ટ્ર

મેં સહી કરેલા પત્રો ચોરાઇ ગયા છે, રોહિત પવારનો ગંભીર આક્ષેપ

નાગપૂર: વિરોધી પક્ષ નેતા બનાવવામાં આવે એવા પત્ર પર પોતે સહી કરી હતી એમ રોહિત પવારે જણાવ્યું હતું. જોકે આ પત્ર કોઇ બીજા જ કામ માટે વપરાયું છે એવી જાણકારી રોહિત પવારે આપી હતી. એ પત્ર કોઇ બીજા જ કામ માટે વાપરવામાં આવ્યું હશે તો આ ચોરીનો મામલો છે એવી ટીકા રોહિત પવારે કરી હતી.

રોહિત પવારે કહ્યું કે, અજિત દાદાને વિરોધ પક્ષના નેતા બનાવો એવા પત્ર પર મેં જાતે સહી કરી હતી. જો આ પત્રનો ઉપયોગ કોઇ બીજા જ કામમાં કરવામાં આવ્યો છે. બીજું પત્ર હતું જેના પર બધાની સહી હતી. એ પત્ર શેના માટે હતો એ કોઇને જ ખબર નથી.


મારા પર જે લોકો આક્ષેપ કરી રહ્યા છે સમાજમાં એમનું શું સ્થાન છે એ જુઓ. અમે સહી કરી હતી કે વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે પણ એ પત્ર બીજા કામ માટે વપરાયું એટલે એ ચોરી નો જ પ્રકાર છે.


મુખ્ય પ્રધાન છત્રપતિ શિવાજી મહારાજના સમખાઇને કંઇક કહે છો કો ફડણવીસ કઇ બીડજુ જ કહે છે, કેસરકર, ભૂજબળ, વિખે બધા જ અલગ અલગ જવાબો આપી રહ્યાં છે. ત્યારે આ કન્ફ્યુજન દૂર કરવું પડશે. હવે રાજ્ય સરકારે આનું નિરાકરણ લાવવું જ પડશે.


રોહિત પવારે કહ્યું કે તમે પ્રધાન છો બંધારણીય પદ પર છો. ત્યારે તમે કેબીનેટમાં ચર્ચા કરી જ શકો છો. તો પછી આ સમાજ સુદારકો વિરોધીઓની જેમ વાતો કેમ કરે છે. લોકોને ભ્રમીત ના કરો. ગુના પાછા લેવા એ ગૃહમંત્રાયલના હાથમાં હોય છે. અમારા સમયે અનિલ દેશમૂખ સાહેબે પણ એમ જ કહ્યું હતું. ફડણવીસ સાહેબ જો વચન આપીને પૂરું ના કરતાં હોય તો તેનો શું અર્થ? બીડમાં સામાન્ય પરિવાર સાથે જે અન્યાય થયો છે, તેનો ઉપાય શું છે? એવો પ્રશ્ન પણ રોહિત પવારે કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત