નેશનલ

બેંગલુરુના ડઝનેક સ્થળોએ NIAના દરોડા, ISIS નેટવર્કની શંકા

બેંગલુરુ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે બુધવારે શંકાસ્પદ આતંકવાદી ષડયંત્રના સંબંધમાં બેંગલુરુમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે NIAની અલગ અલગ ટીમોએ આ દરોડા પાડવામાં રાજ્ય પોલીસ દળને સાથે રાખીને દરોડા પડ્યા છે.

આતંકવાદી ષડ્યંત્ર સાથે સંકળાયેલા શકમંદો પકડી પાડવા આ દરોડા પાડવામ આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ શકમંદો વિદેશી આતંવાદી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આ શકમંદો કથિત રીતે ભૂતકાળની વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.


આ કાર્યવાહી પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) સાથે જોડાયેલા 15 ઓપરેટિવ્સ અંગેની માહિતી બાદ કરવામાં આવી છે. NIAએ 9 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘણી જગ્યાએએ દરોડા પડ્યા હતા, જેમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પડઘા-બોરીવલી, થાણે, મીરા રોડ, પુણે અને કર્ણાટકના બેંગલુરુમાં હાથ ધરવામાં આવેલી સર્ચમાં બિનહિસાબી રોકડ, હથિયારો, ગુનાહિત દસ્તાવેજો, સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.


આ દરોડા ISISને આતંકવાદી કૃત્યો કરતા રોકવા માટે NIAના પ્રયાસોનો એક ભાગ છે. ISIS, જેને ઇસ્લામિક સ્ટેટ, ISIL, Daish, ISKP, ISIS વિલાયત ખોરાસન અને ISIS-K તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિવિધ રાજ્યોમાં સ્થાનિક મોડ્યુલો અને સેલ દ્વારા ભારતમાં તેનું નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો