ટોપ ન્યૂઝનેશનલ

POK અને અક્સાઈ ચીન ક્યારે પરત લાવશો? કોંગ્રેસના આ નેતા એ અમિત શાહને પૂછ્યો સવાલ

નવી દિલ્હી: લોકસભાએ 12 ડિસેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીર અને પાડુંચેરીની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ત્રીજણગગની બેઠકો અનામત રાખવાના બિલને મંજૂરી આપી હતી. ત્યારે લોકસભામાં કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહ પ્રધાન અમિત શાહને પૂછ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ક્યારે ભારતમાં ભળશે? આ સવાલ પર અમિત શહે ગૃહમાં જ જવાબ આપ્યો હતો.

અમિત શાહે લોકસભામાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અમને સવાલ કરી રહ્યા છે. કે અક્સાઈ ચીન ક્યારે પરત આવશે. પાકિસ્તાનના કબજા હેઠળનું કશ્મીર ક્યારે પરત આવશે. તો હું કહેવા માગું છું કે બિલ પાસ થઈ ગયું છે, નહીં તો હું ચોક્કસ જવાબ આપત તેમ છતાં હું જવાબ આપીશ પરંતુ એ પહેલાં હું પૂછવા માંગુ છું કે પીઓકે અને અક્સાઈ ચીન કોના શાસનમાં ગયા હતા. પહેલાં તમે મારા પ્રશ્નનો જવાબ આપો.


અધીર રંજન શાહની ટિપ્પણી સાંભળીને તરત જ બોલી ઉઠ્યા કે નેહરુને દોષ ન આપો. કોંગ્રેસે તે સમયે ત્રણ યુદ્ધ લડ્યા હતા અને ઈન્દિરા ગાંધી આયર્ન લેડી હતા. ઈતિહાસને વિકૃત ન કરો. નેહરુ પર આવા આક્ષેપો ન કરો. તેમજ તેમને કહ્યું હતું કે અમિત શાહે કહ્યું છે કે પીઓકે પાછું લાવીશું અને આજે ચીન પીઓકેમાં કોરિડોર બનાવી રહ્યું છે તો તમારી સરકાર શું કરી રહી છે. તમે કહો છો કે તમે સિયાચીન હાંસલ કરી શકશો. તમે લદ્દાખમાં શું કર્યું? અક્સાઈને ચીન ક્યારે પરત લાવવામાં આવશે? આ લોકો મોટી મોટી વાતો કરે છે. અને ચીન ત્યાં રોડ બનાવી રહ્યું છે.


આ ઉપરાંત અધીર રંજને કલમ 370 પર વાત કરતા કહ્યું કે હવે ચુકાદો આવી ગયો છે તો હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ. કારણકે સરકારે ગૃહમાં વચન આપ્યું હતું કે તેઓ ચૂંટણી કરાવશે. તેમજ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. નોંધનીય છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો જ એક ભાગ છે અને તેથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આ ક્ષેત્ર માટે 24 બેઠકો અનામત રાખવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button