નેશનલ

સુક્ખુ પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું

શિમલા : હિમાચલ પ્રદેશમાં રાજેશ ધર્માણી અને યાદવિંદર ગોમાને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવીને એક વર્ષ જૂની સુખવિન્દર સુક્ખુ પ્રધાનમંડળનું મગળવારે વિસ્તરણ કરાયું હતું. ૧૧ મહિના બાદ જેની પ્રતિક્ષા હતી એ વિસ્તરણ હવે કરાયું છે.

રાજ્યપાલ શિવપ્રતાપ શુકલાએ રાજભવનમાં યોજાયેલા સમારોહમાં નવા પ્રધાનોને હોદ્દાના સોગંદ લેવડાવ્યા હતા. ૫૧ વર્ષના રાજેશ ધર્માણી ભૂતપૂર્વ ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરી અને ત્રણવારના વિધાનસભ્ય છે. તેઓ મુખ્ય પ્રધાનના નિકટના સાથીદાર છે. ૩૭ વર્ષના યાદવિંદર ગોમા જયસિંહપુરના બે વારના વિધાનસભ્ય છે. બન્ને નેતા એન્જિનિયરિંગ અને એમબીએની ડિગ્રી ધરાવે છે.

ગયા વર્ષે ૧૧ ડિસેમ્બરે મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ અને નાયબ મુખ્ય પ્રધાન મૂકેશ અગ્નિહોત્રીએ સોગંદ લીધા હતા. ત્યાર બાદ આઠ જાન્યુઆરીએ સાત કેબનિેટ પ્રધાનોને સામેલ કરીને પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું હતું. ધર્માણીના સમાવેશથી બિલાસપુર જિલ્લાને કેબિનેટમાં પ્રતિનિધિત્વ મળ્યું છે, જ્યારે ગોમાના સામેલ
કરવાથી ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા કાંગડા જિલ્લાને વધુ એક પ્રધાન મળ્યા છે. આ જિલ્લામાંથી કૉંગ્રેસને ૧૦ વિધાનસભ્યો મળ્યા છે.

હિમાચલ પ્રદેશમાં પ્રધાનોની સંખ્યા ૧૨ની થઈ છે અને હજી એક પ્રધાન ઉમેરી શકાય છે. રાજ્ય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની વરણી હજી થઈ નથી. મુખ્ય પ્રધાને જાન્યુઆરીના પહેલા વિસ્તરણ પૂર્વે છ ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરીની નિમણૂક કરી હતી.

છેલ્લા વિસ્તરણ બાદ પ્રધાનમંડળમાં પાંચ પ્રધાનો રાજપૂત કોમના, નાયબ મુખ્ય પ્રધાનને ગણીને બે બ્રાહ્મણ પ્રધાન, બે અનુસૂચિત જાતિના, બીજી પછાત જાતિના અને અનુસૂચિત જનજાતિ દરેકના એક પ્રધાન છે.

કેબિનેટમાં શિમલા સંસદીય મતદારક્ષેત્રનું પ્રભુત્વ છે અને આના પાંચ પ્રધાનો કેબિનેટમાં છે. જ્યારે હમિરપુરના ત્રણ અને કાંગડાના બે પ્રધાનો છે. (એજનસી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત