આમચી મુંબઈ

રોડ એક્સિડન્ટ રોકવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના

રાજ્યમાં ૧૭ સ્થળે ઑટોમેટિક વેહિકલ લાઈસન્સ ચેક રૂટ બનશે: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં રોડ એક્સિડેન્ટને રોકવા માટે રાખવામાં આવેલા પગલાંની અસરકારક અમલ કરવામાં આવી રહી છે અને તેના પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે એવી ખાતરી આપતાં રાજ્યમાં ૧૭ સ્થળે ઓટોમેટિક વેહીકલ લાઈસન્સ ચેક રૂટ બનાવવામાં આવશે, તેમ જ ૨૩ સ્થળે ઓટોમેટિક વેહીકલ ટેસ્ટિંગ લાઈસન્સ સેન્ટર બાંધવામાં આવશે એવી માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં આપી હતી.

અશોક ચવ્હાણ દ્વારા રાજ્યમાં વાહનોના અકસ્માત અંગે ઉપસ્થિત કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સમૃદ્ધિ હાઈવે પર વાહનો માટેની વેગમર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬૦-૭૦ લાખ વાહનોએ અહીંથી પ્રવાસ કર્યો છે. સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતને રોકવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં દરેક ૧૦ કિલોમીટર પર રમ્બલર બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વેહીકલ લાઈસન્સ ઓટોમેટિક પદ્ધતિએ આપવા માટે હવે રાજ્યમાં ૧૭ સ્થળે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. તેની કાર્યવાહી ચાલી રહી છે. ટ્રેક માટે બે મહિનામાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. આવી જ રીતે ૨૩ સ્થળે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. વાહનોની ફિટનેસ લાઈસન્સની મુદત પૂરી થયા પહેલાં સંબંધિતોને તેની જાણ કરવા માટેની યંત્રણા તૈયાર કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button