આમચી મુંબઈ

રાયગડમાં બીજા ગોદામમાંથી ₹ ૨૧૮ કરોડનું મેફેડ્રોન જપ્ત

નવી મુંબઈ: રાયગડ પોલીસે વધુ એક ગોદામમાં રેઇડ પાડીને રૂ. ૨૧૮ કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ડ્રગ્સની કુલ જપ્તિ રૂ. ૩૨૫ કરોડની થઇ છે. શુક્રવારે આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં વધુ એક ગોદામ વિશે માહિતી મળી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. રાયગડ પોલીસે ૮ ડિસેમ્બરે ખોપોલીની ફેક્ટરીમાંથી રૂ. ૧૦૭ કરોડના મેફેડ્રોન જપ્ત કરીને કમલ જેસવાની, મતિન શેખ અને એન્થની કુરુકુટ્ટીકરનની ધરપકડ કરી હતી. ત્રણની પૂછપરછમાં વધુ એક ગોદામમાં ડ્રગ્સ છુપાવાયું હોવાની માહિતી મળી હતી.

આરોપીઓની કબૂલાત પરથી ખોપોલી પોલીસે હોનાડ ગામમાં છાપો મારતાં રૂ. ૨૧૮ કરોડનું વધુ ૧૭૪.૫ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ અગાઉ ઘણા બધા દેશોમાં ડ્રગ્સની નિકાસ કરી છે અને અમે તેની વધુ તપાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણે વધુ લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે, એમ કોંકણ રેન્જના આઇજી પ્રવીણ પવારે કહ્યું હતું.

રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે આ ગોદામમાંથી મળી આવેલું ડ્રગ્સ છેલ્લા બે દિવસથી સંગ્રહ કરી રાખવામાં આવ્યું હોવાની શંકા છે. આરોપીઓએ ઉત્પાદન એકમ જાન્યુઆરી, ૨૦૨૩માં માસિક રૂ. ૫૫ હજારના ભાડામાં લીધું હતું. હવે હોનાડમાં ગોદામ ક્યારે ભાડે લીધું તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ડ્રગ્સને રસાયણ તરીકે દર્શાવીને નકલી દસ્તાવેજોને આધારે જેએનપીટીથી વિવિધ દેશોમાં તેની નિકાસ કરતા હતા. કયા દેશમાં કેટલા ક્ધસાઇનમેન્ટ પહોંચાડાયા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ૨૦૦થી ૩૦૦ કિલોનો જથ્થો થાય ત્યાં સુધી ડ્રગ્સનો સંગ્રહ કરતા હતા. બાદમાં જથ્થામાં ક્ધસાઇનમેન્ટ જહાજ વાટે મોકલતા હતા. આરોપીઓએ શ્રમિકોને કામે રાખ્યા હતા, જેઓ આ દાણચોરી વિશે અજાણ છે. કુરુકુટ્ટીકરન બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છે અને ડ્રગ્સ ઉત્પાદન નિકાસ પાછળ તેનું ભેજું હોવાની શંકા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો