ખાદ્ય પદાર્થોમાં ભારેખમ ભેળસેળનકલમાં અતિશય ભરમાર !
ભેળસેળ એક અક્ષમ્ય અપરાધ છે. છેક ઈસ્વીસન પૂર્વે ૩૦૦ માં પણ ધાન્યો તથા ખાદ્ય ચરબીઓમાં થતી ભેળસેળ માટે ત્યારે થતાં દંડના અનેક ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં મળી આવે છે.
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
વિશ્ર્વભરમાં આધ્યાત્મ અને ધાર્મિક બાબતમાં ભારતને અગે્રસર માનવામાં આવે છે.આ અર્થમાં વિશ્ર્વના તમામ દેશમાં ભારતને સૌથી વધુ પ્રાચીન દેશ માનવામાં આવે છે.ભારતની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો વિશ્રઅવપ્રસિદ્ધ છે, ભારત માટે ગૌરવની વાત છે. એમ સમજો કે ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. જો કે બીજી તરફ, અન્ય દેશોની પ્રમાણિકતા અને નીતિમત્તાની સરખામણીમાં ભારતના લોકોની ધાર્મિકતા દંભી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.
હા, યુરોપના દેશોમાં મંદિરો કદાચ ઓછાં હશે. લોકો દેવદર્શન કે પૂજા પાઠ કદાચ નહીં કરતા હોય, પરંતુ નીતિમત્તા અને પ્રમાણિકતામાં એમનો જોટો જડે એમ નથી. આપણે ત્યાં શેરીએ શેરીએ મંદિરો જોવા મળે છે. ધાર્મિક તહેવારો અને ઉત્સવો પણ એટલા જ ઉજવવામાં આવે છે. કથાકારો -પ્રવચનકારો – ધર્મગુરુઓ ધર્મ લાભ પણ એટલો જ આપતા હશે. તેમ છતાં કોણ જાણે કેમ વર્તન અને વ્યવહારમાં એ ધાર્મિકતા બિલકુલ જોવા મળતી નથી. એક કહેવત અનુસાર ૩૯;મુખમેં રામ બગલ મે છૂરી૩૯; જેવું વર્તન જોવા મળે છે.
આવો આક્રોશ અને વેદના એટલા માટે ઠાલવવી પડે છે કે હમણાં હમણાં જ્યાં જુઓ ત્યાં ખાદ્ય પદાર્થોમાં ભયંકર પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે.મને બરાબર યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે,૩૯;પેટ ના ભરાય તો પેટનો ખાડો ફોડી નખાય,પરંતુ અનીતિ તો ના જ કરાય.૩૯; એ વખતે આ લોકોને કદાચ ધર્મજ્ઞાન ઓછું હશે- ભણતર બિલકુલ નહીંવત હશે,પણ નીતિમત્તા વર્તન અને વ્યવહારમાં ૧૦૦ ટકા છલકાતી જોવા મળતી. આપણા પૂર્વજોની સરખામણીમાં આપણે કેટલાં બધાં નીચે ઉતરી ગયા છીએ…
એક જાણીતી કહેવત છે : ૩૯; અન્ન તેવો ઓડકાર.૩૯; આપણી શારીરિક અને માનસિક શક્તિ આપણે કેવો ખોરાક લઈએ છીએ અને કેવી રીતે લઈએ છીએ તેના પર આધારિત છે. સારી ગુણવત્તાનો આહાર મેળવવો તે દરેક મનુષ્યનો મુખ્ય પ્રયાસ રહ્યો છે. હાનિરહિત ખોરાક અને એની ગુણવત્તા મૂળભૂત આવશ્યકતા છે.ખોરાક અને આરોગ્ય વચ્ચેના આ સીધા સંબંધ પ્રત્યે આપણે વધુ સચેત થતા જઈએ છીએ. આજે ખોરાકની સલામતી વિશે આપણી સભાનતા વધી છે એટલે ‘અસલામત ખોરાક’ એટલે ખોરાકને હાનિકારક બનાવે કે કાયમી વ્યાધિરૂપ બનાવીને રોગ પેદા કરે તેવા દૂષક પદાર્થો અને ભેળસેળયુક્ત ખોરાક… ભારતના સંદર્ભમાં એ દૂષિત ખોરાક પછી ભેળસેળયુક્ત ખોરાક આપણી બીજી એક ચિંતાનું કારણ છે. આવા ખોરાક જોખમી બને છે.
પ્રશાસન દ્વારા આવી ભેળસેળ પકડીને દંડ કરવામાં આવે ત્યારે થોડા દિવસો પૂરતી એવી પ્રવૃત્તિ બંધ રહે ને પછી એ જ બેઢંગી રફતારે યથાવત્ ફરી શરૂ…આમાં કાયદાની પણ કચાશ ગણી શકાય.જો કે ખાદ્ય ચીજોમાં ભેળસેળ નિવારણ માટે એકસર્વગ્રાહી કાયદાની જોગવાઈ કરવાના હેતુથીસંસદમાં ૩૯; ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ -૧૯૫૪ ૩૯; ઘડવામાં આવ્યો. આ અગાઉ ભારતનાજુદા જુદા રાજ્યમાં ખોરાકમાં થતી ભેળસેળના નિવારણ માટે અલગ અલગ કાયદા હતા, જે જોગવાઈ પૂરતી ન હતી. સ્વતંત્રતા પૂર્વે ખોરાક ભેળસેળ નિવારણ માટે જે સન ૧૮૯૯માં કાયદાકિય અધિનિયમન કરવામાં આવ્યું એમાં મુંબઈ સરકાર પ્રથમ હતી. ત્યારબાદ જુદા જુદા પ્રાંતમાં આવા જ અધિનિયમનો કરવામાં આવ્યા, પરંતુ એ બધા એકબીજાથી અલગ હતા,જેમકે એક કાયદામાં જેને ખોરાકની ચીજ ગણવામાં આવતી હતી તેને જ બીજા કાયદામાં ભેળસેળ ગણવામાં આવતી ! આથી આ પદ્ધતિને સુવ્યવસ્થિત રૂપ આપવામાં આવ્યું છે,જે અત્યારે બધે અમલમાં છે. આ કેન્દ્રીય કાયદાનો ભંગ કરનારને સખત સજાની જોગવાઈ હોવા છતાં આવી ભેળસેળ થતી જ રહે છે. હા, દંડની પ્રક્રિયા આથી પણ વધુ આકરી રાખવામાં આવી હોય તો બીજી વખત આવું કૃત્ય ચોક્કસ અટકે.
હમણાં હમણાં વ્રત અને ઉપવાસ રાખનારાઓ માટે બનાવવામાં આવતા ફરાળી લોટમાં ભેળસેળના દાખલા સામે આવ્યા છે…
વ્રત – ઉપવાસ રાખનાર લોકોની આસ્થા સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. થોડાં સમય પહેલાં અંબાજીના પ્રસાદમાં નકલી ઘી મુદ્દે કેટરર્સ અને ઘી સપ્લાયર સામે કોર્ટ કાર્યવાહી થઈ હતી.ખાસ કરીને તહેવારો સમયે બનતી મીઠાઈ અને ડેરી પ્રોડક્ટમાં આવી ભેળસેળ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. થોડા સમય પહેલા ટન બંધ પડતર (વાસી) પનીર પકડવામાં આવ્યું . દિવસો પૂરાણા આવાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને પણ લોકોનાં આરોગ્ય સાથે
ચેડાં કરવામાં આવી રહ્યાં છે. નામાંકિત બ્રાન્ડની દૂધની કંપનીઓના દૂધમાં પણ થતી ભેળસેળ અવારનવાર નજર સામે આવતી રહે છે. નકલી દૂધનો કારોબાર તો ધમદોકાર ચાલે છે..દેશમાં દૂધાળા પશુઓની સંખ્યાનાં પ્રમાણ કરતાં પણ અનેકગણું દૂધ ઉત્પન્ન થાય છે…! નકલી દૂધ- ડુપ્લિકેટ ઘી- ઘઉંમાં કુશકી કે પછી મરી મસાલામાં છોડાંની ભેળસેળ તો આપણે ત્યાં હવે નવી નવાઈની વાત રહી નથી.
ખોરાક ભેળસેળના ઈતિહાસને ત્રણ તબક્કામાં વિભાજીત કરી શકાય. પ્રાચીન કાળથી આશરે ૧૮૨૦ સુધીના સમયગાળાને પ્રથમ તબક્કો ગણી શકાય.જેમાં વિનેગરમાં ગંધકનો તેજાબ-આસવમાં સીસું અને મીઠાઈમાં સોમલ ઉમેરવાના કિસ્સાઓ સામાન્ય હતા. ભેળસેળના બીજા તબક્કાનો આરંભ
૧૯મી સદીનો બીજો દાયકો ગણાય.
ખોરાકમાં ઈરાદાપૂર્વકની ભેળસેળ ૨૦મી સદીના આરંભ સુઘી એક ગંભીર સમસ્યા રહી. ૨૦ મી સદીના આરંભને ખોરાક ભેળસેળના ત્રીજા તબક્કા તરીકે ગણી શકાય. જો કે હવે ગ્રાહક જાગૃતિને લીધે પૃથક્કરણાત્મક પદ્ધતિ અને નિયમનકારી દબાણને લીધે ખોરાક ભેળસેળની ઘટનાઓમાં તેની માત્રામાં ઘટાડો દેખાયો છે.
આ થઈ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની વાત. ભેળસેળની બોલબાલા જેટલી જ નકલ કરવાની પ્રવૃત્તિઓ પણ ફૂલીફાલી છે. સમજો ને જાણે કે નકલ કરવાનો વાયરો વાયો છે.ડુપ્લિકેટ માર્કશીટથી લઈને ડુપ્લીકેટ કરન્સી- ડુપ્લિકેટ પાસપોર્ટ પકડવાના અનેક કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે. નકલી માર્કશીટના આધારે વર્ષો સુધી નોકરી કરવાના કિસ્સા પણ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે. ટેકનોલોજીના વિકાસનો સદુપયોગને કરવાને બદલે માણસનું મગજ વિદ્રોહી પ્રવૃત્તિમાં એનો ઉપયોગ કરી રહ્યું છે.નકલી
દસ્તાવેજોથી પણ એક ડગલું આગળ વધીને હમણાં હમણાં એક અનોખા પ્રકારની નકલ નજર સામે આવી છે. તાજેતરમાં જ એક નકલી ટોલનાકું તંત્રની નજરે ચડ્યું છે તો વળી મંત્રીશ્રીના નકલી પીએ બનીને લોકોને ધમકાવી તોડ કરવાના મહા ઠગોના કિસ્સો પણ બહાર આવ્યા છે. ભરમારની આ ઘટમાળમાંથી ઉગારો , પ્રભુ!