ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
STAG ડાઘ
STAGE લથડવું
STAGGER સાબર
STAGNANT મંચ
STAIN સ્થિર
ઓળખાણ રાખો
ગિરા ધોધ, વનસ્પતિ ઉદ્યાન અને ઈમારતી લાકડાના વેપાર માટે જાણીતું વઘઈ બોટનિકલ ગાર્ડન ગુજરાતના કયા જિલ્લામાં છે એ જાણો છો?
અ) નવસારી બ) વલસાડ ક) ડાંગ ડ) ભરૂચ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
માણસ જ્યારે પોતાની ભૂલોનો હિમાયતી અને બીજાની ભૂલોનો ન્યાયાધીશ બને છે, ત્યારે નિર્ણયોને બદલે મતભેદો આવે છે.
આ પંક્તિમાં હિમાયતી શબ્દનો અર્થ શું થાય એ જણાવો
અ) આદર બ) સ્વીકાર ક) વિરોધ ડ) સમર્થન
માતૃભાષાની મહેક
સાગરના પર્યાયવાચી શબ્દો છે સમુદ્ર અને દરિયો. સગર રાજાના પુત્ર સાગર પરથી પડેલું સમુદ્રનું નામ. સગર રાજાના દીકરાઓએ પૃથ્વીથી પાતાળ સુધી ખોદી પોલાણ કર્યું હતું અને જેમાં ગંગા નદી સમાઈ ગઈ તે સગરના નામ પરથી સાગર શબ્દ નીકળ્યો છે. સાગર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વીના હવામાન પર એની અસર પડે છે. સાગરનું સરેરાશ ઊંડાણ લગભગ પોણાત્રણ માઈલ જેટલું ગણાયું છે.
ગુજરાત મોરી મોરી રે
સાંસારિક જીવનનું લક્ષણ દર્શાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
તો હોય ખખડે બે ખરાં પણ ઘર વાસણ
ઈર્શાદ
અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.
– શેખાદમ આબુવાલા
માઈન્ડ ગેમ
બે આંકડાની સૌથી મોટી સંખ્યાના આઠ ગણા કરી મળેલા જવાબને બે વડે ભાગવાથી કઈ સંખ્યા મળે એ ગણિતનું જ્ઞાન કામે લગાડીને જણાવો.
અ) ૧૯૮ બ) ૨૭૬ ક) ૩૯૬ ડ) ૪૪૪
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
FLAUNT દેખડો
FLAW ખોડખાંપણ
FLOAT તરતું
FLOSS રૂવાટી
FLOW વહેવું
ગુજરાત મોરી મોરી રે
ખોબો
ઓળખાણ પડી?
ચેન્નાઈ
માઈન્ડ ગેમ
૨૨
————–ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દેવું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન બજરિયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) મીનળ કાપડિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) અંજુ ટોલિયા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વિણા સંપટ (૩૩) કલ્પના આશર (૩૪) નીતા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) રસિક જુઠાણી ટોરોન્ટો (૪૧) શિલ્પા શ્રોફ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) અબદુલ્ લા એફ. મુનીમ (૪૬) તાહેર ઔરંગાબાદવાલા (૪૭) શીરીન ઔરંગાબાદવાલા