મનોરંજન

ગૂગલના ‘મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટીઝ’માં આ વખતે કોનું નામ ટોપ પર..?

આ વર્ષે google’s most searched સેલિબ્રિટીઝની યાદીમાં શાહરૂખ નહિ, સલમાન નહિ પણ નવા જ લોકો જોવા મળ્યા છે. બોલીવુડના સુપરસ્ટાર્સની બીગ બજેટ ફિલ્મોએ ભલે આ વખતે સારો બિઝનેસ કર્યો હોય, કમાણીના તમામ રેકોર્ડ્ઝ તોડ્યા હોય તેમ છતાં ગૂગલ પર તેઓ ધાક જમાવી નથી શક્યા. કોઇ સેલિબ્રિટીઝ લગ્નના કારણે ચર્ચામાં રહ્યા તો કોઇ રિયાલીટી શોમાં જીતવાને કારણે. ત્યારે આવો તમને જણાવી દઇએ કે એ કયા લોકો છે જેમના વિશે જાણવામાં ભારતીયોએ સૌથી વધુ ઉત્સુકતા દાખવી હતી.

અભિનેત્રીઓમાં બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીને ગૂગલ પર સૌથી વધું સર્ચ કરવામાં આવી છે. કિયારાએ ફેબ્રુઆરી-2023માં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નબંધનમાં બંધાઇ હતી. રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ કિલ્લામાં બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. વર્ષ 2023ના કદાચ સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંના એક આ લગ્ન હતા. ફક્ત ભારત જ નહિ, કિયારા ગ્લોબલી સર્ચ્ડ સેલેબ્રિટીઝમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે.

હવે રમતગમતની વાત કરીએ તો આ વર્ષે ક્રિકેટર શુભમન ગીલ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. ક્યારેક ક્રિકેટના મુદ્દે તો ક્યારેક સારા અલી ખાન, તેમજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથેના સંબંધોને લઇને તે ચર્ચામાં રહ્યો. હવે તો તે ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટીમનો કેપ્ટન પણ બની ગયો છે, તેને કારણે પણ તેના વિશે વધુ જાણવાની લોકોમાં ઉત્સુકતા વધી છે.


શુભમન ગીલ પછી ત્રીજા નંબરે છે રચિન રવિન્દ્રન, તે વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ખેલાડી છે પરંતુ તેના પિતા રવિ કૃષ્ણામૂર્તિ અને માતા દીપા કૃષ્ણમૂર્તિ બંને બેંગલુરુના હોવાથી તે દક્ષિણ ભારતીય મૂળિયા ધરાવે છે. આ વખતે આઇપીએલમાં તે શોર્ટ લિસ્ટ થયો છે. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા મુકવામાં આવી છે.

ચોથા નંબર પર છે મોહમ્મદ શમી. વર્લ્ડ કપ 2023માં એક ઇનિંગમાં સાત વિકેટ ઝડપીને આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડી તેઓ બન્યા હતા. આ સિવાય તેમની પર્સનલ લાઇફમાં પત્ની હસીન જહાં સાથેના વિખવાદોને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા. ICC પ્લેયર ઓફ ધ મંથ માટે પણ તેને નોમિનેટ કરાયો હતો.

આ યાદીમાં પાંચમા સ્થાનને શોભાવી રહ્યા છે ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ. બિગબોસથી ચર્ચામાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ સામે હાલમાં તો દિલ્હીમાં કેસ ચાલી રહ્યો છે! કદાચ આ નેગેટિવ પબ્લિસીટીના લીધે જ મોસ્ટ સર્ચ્ડ સેલેબ્રિટીઝમાં અન્ય કોઇપણ અભિનેતા કરતા તેનું નામ ઉપર છે.

આ હતા ટોપ-5 નામ, પછી આગળ સિદ્ધાર્થ મલ્હોત્રાને કદાચ પત્નીની પોપ્યુલારિટીનો ફાયદો થયો, અને છઠ્ઠું નામ તેમનું બહાર આવ્યું. સાતમા સ્થાને ગ્લેન મેક્સવેલ, આઠમા સ્થાને ડેવિડ બેકહામ, નવમા સ્થાને સૂર્યકમાર યાદવ અને દસમા સ્થાને વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત સામે ઝંઝાવાતી બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટ્રાવિસ હેડ મોસ્ટ સર્ચ્ડ સેલેબ્રિટીઝ બન્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત